ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં મંત્રીના ઘરની બહારથી ચલણી નોટોના બંડલની સ્લિપો મળી

રાજસ્થાનમાં ચૂંટણીમાં મતદાન પહેલા જ નોટો જારી થવા લાગી છે. જયપુરમાં કચરાના ઢગલામાંથી નોટોના બંડલમાં ઉપયોગમાં લેવાતી સ્લિપનો ઢગલો મળી આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્લિપ કોંગ્રેસ મંત્રી ઝાહિદા ખાનના ઘર પાસે મળી આવી છે.

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોને ટિકિટની ફાળવણીમાં પડ્યા છે. ત્યારે નેતાઓેએ પોતપોતાના મતવિસ્તારમાં પૈસા વહેચવાના કાર્યક્રમો ચાલુ કરી દિધા છે. આજે રાજસ્થાનની રાજધાની જયપુરથી સમાચાર સામે આવ્યા છે કે રાજસ્થાનના એક મહિલા મંત્રીના ઘર પાસેથી સેંકડો નોટોના બંડલની સ્લિપ મળી આવી છે, સ્લિપનો ઢગલો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ પછી ચૂંટણી પંચ અને પોલીસ ટીમે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

કોંગ્રેસ મંત્રી ઝાહિદા ખાનના ઘર પાસે મળી સ્લિપો

જણાવવામાં આવી રહ્યું છે કે જયપુરના એજ્યુકેશન કોમ્પ્લેક્સ પાસે નોટોના બંડલ પર રાખવામાં આતી સ્લિપનો ઢગલો મળી આવ્યો છે. રસ્તાના કિનારે નોટોના બંડલની સ્લિપ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. તમામ રેપર પર ખાનગી બેંકના સીલ છે અને નજીકમાં કોંગ્રેસ સરકારના મંત્રી ઝાહિદા ખાનનું ઘર છે. ચૂંટણી પંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તમામ સ્લિપ એકઠી કરવામાં આવી રહી છે. આ સ્લિપ એયુ બેંક અને યુનિયન બેંકની છે.

સામાન્ય રીતે, જ્યારે બેંકમાંથી પૈસા ઉપાડવામાં આવે છે અને બંડલ ખોલવામાં આવે છે, ત્યારે આ રીતે સ્લિપ ફેંકવામાં આવતી નથી. કોંગ્રેસ મંત્રી ઝાહિદા ખાનના ઘર નજીકથી જ આ સ્લિપો મળી આવી છે, જેથી ચૂંટણી પહેલા કરોડો રૂપિયાના વ્યવહારો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી પોલીસ અને ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે.

ભાજપે આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી

ભાજપના પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજે જણાવ્યું હતું કે, જયપુરમાં એજ્યુકેશન કોમ્પ્લેક્સ પાસે કચરાના ઢગલામાંથી નોટોના બંડલની ઉપર મૂકવામાં આવેલી હજારો બેંકની સ્લિપ મળી આવી હતી. કચરાના ઢગલાની બરાબર સામે કોંગ્રેસ સરકારના મંત્રી ઝાહિદા ખાનનું ઘર છે. ભાજપનો આરોપ છે કે તેઓ એવા મંત્રી છે જે નોટોના માળા પહેરવાના શોખીન છે. આ બતાવે છે કે રાજસ્થાન સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કેવા પ્રકારની લૂંટ ચલાવી છે અને તેના મંત્રીઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. ભાજપે કહ્યું કે, રાજસ્થાનના લોકરમાં ક્યારેક નોટો થૂંકવામાં આવે છે, ક્યારેક સોનું થૂંકે છે તો ક્યારેક બેંકની સ્લિપ કચરાના ઢગલામાં જોવા મળે છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 25મી નવેમ્બરે મતદાન

Back to top button