અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વૉલીફાટર-2 રમાઈ ગઈ. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે જોસ બટલરના 112 રનની મદદથી RCB પર સહેલાયથી જીત મેળવી. આ જીતની સાથે રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. નોટઆઉટ 112 રન બનાવનાર જોસ બટલર મેન ઓફ ધ મેચ બન્યો. તો સોશિયલ મીડિયા પર ફેન્સ પણ જોસ બટલરના ભરપૂર વખાણ કરે છે.પોતાની શાનદાર ઈનિંગ બાદ રાજસ્થાન રોયલ્સને જીત અપાવનાર જોસ બટલરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
શેન વોર્નને ટ્રીબ્યૂટ આપવાની ઈચ્છા
રાજસ્થાન રોયલ્સના ઓપનરે કહ્યું કે તમામ સ્થિતિ મારી અનુકુળ નથી હોતી. આવી સ્થિતિમાં ખોટો શૉટ મારીને આઉટ થઈ જવું છું. પરંતુ કુમાર સંગકારાએ મને કહ્યું કે તમે જેટલો સમય વિકેટ પર પસાર કરશો તેટલું જ તમે સારું રમી શકશો. બટલરે એમ પણ કહ્યું કે IPL ટી-20 ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ છે.આ ટૂર્નામેન્ટની ફાઈલનમાં રમવા માટે ઘણો જ ઉત્સાહિત છું.
બટલરે શેન વોર્નને યાદ કરતા કહ્યું કે, રાજસ્થાન રોયલ્સના પહેલા કેપ્ટન શેન વોર્ન આ ટીમ સાથે ઘણો જ લગાવ હતો. અમે તેમને મિસ કરી રહ્યાં છીએ. બટલરે કહ્યું કે ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ ફાઈનલ જીતીને રાજસ્થાન રોયલ્સ પોતાનો બીજો ખિતાબ જીતીને શેન વોર્નને ટ્રિબ્યૂટ આપવા માગશે. શેન વોર્નનું થાઈલેન્ડમાં નિધન થયું હતું. 52 વર્ષના શેન વોર્ને કુલ 145 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન વોર્ને 25.41ની સરેરાશથી 708 વિકેટ લીધી હતી. અને વર્ષ 2008માં IPLનો પહેલો ખિતાબ રાજસ્થાનની ટીમને શેન વોર્ને જ અપાવ્યો હતો.
IPL ફાઈનલમાં રમવા માટે ઉત્સાહિત છું
જોસ બટલરે કહ્યું- ‘આ સીઝનમાં ઘણી જ ઓછી આશા સાથે આવ્યો હતો પરંતુ એનર્જીમાં કોઈ જ ઉણપ ન હતી. ફાઈનલ મેચ રમવાનો અનુભવ શાનદાર રહેશે. આ સીઝનમાં વચ્ચે દબાણ અનુભવતો હતો લગભગ એક સપ્તાહ પહેલા મારી આજુબાજુના લોકોને પણ જણાવ્યું હતું. તે લોકોએ મારી મદદ કરી. જે પછી હું સારા માઈન્ડ સેટ સાથે કોલકાતા ગયો.’
મેન ઓફ ધ મેચ બન્યો બટલર
14 વર્ષ પછી રાજસ્થાન રોયલ્સની ટીમ ફાઈનલમાં પહોંચી છે. તો આ હારની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ફરી એકવખત ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું છે. ત્યારે હવે રોયલ ચોકર્સ બેંગલોર તરીકે સોશિયલ મીડિયામાં તેની મજાક પણ થઈ રહી છે. રાજસ્થાનની ટીમના ક્વૉલિફાયર-2ની જીતના હીરો જોસ બટલરે સીક્સ મારી પોતાની ટીમને જીત અપાવી હતી. બટલરે 60 બોલમાં નોટઆઉટ રહીને 106 રન બનાવ્યા. આ ઈનિંગમા તેને 10 ફોર અને 6 સીક્સ મારી હતી, જે બેંગલોરની આખી ટીમ કરતાં ફટકારેલી ફોર-સીક્સ કરતાં વધુ છે. આ ઈનિંગની સાથે જ બટલર એક સીઝનમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલીની સાથે સંયુક્ત રૂપે પહેલા નંબરે પહોંચી ગયો છે.