ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં સબ ઈન્પેક્ટરે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

  • ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો અને તેઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો
  • ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપી સબ ઈન્સપેક્ટરને માર પણ માર્યો હતો
  • આરોપીને નોકરીમાંથી બરખાસ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજસ્થાન: દૌસા જિલ્લામાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે એક માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે જણાવ્યું કે, શુક્રવારે દૌસા જિલ્લાના રાહુવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સબ-ઇન્સ્પેક્ટરે પાડોશમાં રહેતી 4 વર્ષની બાળકીને પોતાના રૂમમાં બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ મામલે રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું છે કે,આરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે તેને નોકરીમાંથી બરખાસ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ચૂંટણીની મોસમ દરમિયાન દૌસાના એસપી વંદિતા રાણાએ સબ ઈન્સ્પેક્ટર ભૂપેન્દ્ર સિંહને એક વિસ્તારમાં ડ્યૂટી માટે મોકલ્યા હતા. સબ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્ર સિંહ પહેલાથી જ ત્યાં રહેતા પોલીસકર્મીના ભાડાના રૂમમાં રહેતા હતા. આરોપ છે કે જ્યારે સબ ઇન્સ્પેક્ટર રૂમમાં હતા ત્યારે વિસ્તારમાં રહેતી 4 વર્ષની માસૂમ બાળકી રૂમની બહાર રમી રહી હતી.માસુમ બાળકીને રમતી જોઈને ભૂપેન્દ્રસિંહે તેને રૂમની અંદર બોલાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ પછી તેમણે બાળકીને છોડી દીધી. બાળકી રડતી રડતી ઘરે પહોંચી તો પરિવારજનોએ તેને કારણ પૂછ્યું અને બાળકીએ સમગ્ર ઘટના જણાવી હતી. જ્યારે તેના પરિવારજનોએ આ વાત સાંભળી તો બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ સમાચાર આસપાસના લોકો સુધી પહોંચતા ગયા હતા. આ પછી મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વિરોધ કર્યો હતો.

ટોળાએ પોલીસ સ્ટેશનમાંથી સમગ્ર સ્ટાફને હટાવવા અને આરોપી સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવાની માંગ કરી હતી. લોકોની ભારે ભીડ જોઈને સબ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ કહ્યું કે જ્યારે રક્ષક જ શિકારી બની જશે તો કાયદાનો ભરોસો કેવી રીતે થશે. આ સમગ્ર મામલે ભાજપે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે.

આરોપી પોલીસકર્મીને કસ્ટડીમાં લેવામાં આવ્યો

દૌસાના અધિક પોલીસ અધિક્ષક રામચંદ્ર સિંહ નેહરાએ જણાવ્યું હતું કે પોલીસ લાઇનમાં તૈનાત અને પીડિત બાળકીની પડોશમાં રહેતા સબ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્ર સિંહે બાળકીને ભોળવીને બપોરે પોતાના રૂમમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ કર્યું હતુ. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. દૌસાના પોલીસ અધિક્ષક વંદિતા રાણાએ જણાવ્યું કે, પીડિત બાળકીની ઉંમર લગભગ ચારથી પાંચ વર્ષની છે. ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનોએ રાહુવાસ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું

આ બાબતે રાજસ્થાન ભાજપના પ્રમુખ સીપી જોશીએ કહ્યું કે, અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને આરોપીઓને કડક સજા થવી જોઈએ. છેલ્લા પાંચ વર્ષથી આવી ઘટનાઓ કેમ બની રહી છે અને સતત વધી રહી છે? જ્યારે સરકાર અને વહીવટીતંત્ર આવી ઘટનાઓને નજરઅંદાજ કરે છે ત્યારે જ ગુનેગારો આવા ગુના કરવામાં સફળ થાય છે. ગઈ કાલે બીજેપી સાંસદ કિરોરી લાલ મીણા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે એક્સ પર લખ્યું કે, લોકોમાં ભારે ગુસ્સો છે. લાલસોટમાં પોલીસકર્મી દ્વારા બાળકી પર દુષ્કર્મની ઘટનાને પગલે માસૂમ બાળકીને ન્યાય અપાવવા હું ઘટનાસ્થળે પહોંચ્યો છું. અશોક ગેહલોત સરકારની અણઆવડતને કારણે પોલીસ નિરંકુશ બની છે.

બીજેપી નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે, માસૂમ બાળકી પર પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલી બર્બરતા માત્ર પોલીસ પ્રશાસન પર જ નહીં પરંતુ કોંગ્રેસ સરકાર પર પણ કલંકરૂપ છે. તેમણે સીએમ અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યું કે સીએમ પોતે ગૃહ વિભાગના વડા છે તેથી આ તેમની નિષ્ફળતા છે કે આ ઘટનાથી સમગ્ર રાજ્ય શરમ અનુભવી રહ્યું છે.

Untitled

આ પણ વાંચો, સુરત રેલવે સ્ટેશન મુસાફરોથી ઉભરાયું, ટ્રેનમાં ચડતાં ધક્કામુકી થતાં પાંચ બેભાન, એકનું મૃત્યુ

Back to top button