અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

સંદેશખલી ઘટનાઓના વિરોધમાં સામાજિક સમરસતા મંચ દ્વારા રાજ્યમાં ઠેરઠેર આવેદન અપાયાં

  • ગાંધીનગરથી લઈને ડાંગ સુધી ઠેરઠેર સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશખલીમાં હિન્દુ મહિલાઓ પર થયેલા અત્યાચાર, દુષ્કર્મ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યાં

ગાંધીનગર, 7 માર્ચ, 2024: પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનું મોટા પ્રમાણમાં ષડયંત્ર સામે આવ્યું છે તેને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તેની માંગ કરતું આવેદન ‘સામાજિક સમરસતા મંચ’ દ્વારા આજ દિનાંક ૦૭/૦૩/૨૦૨૪ સવારે ૧૧:૩૦ વાગ્યે ગાંધીનગર કલેકટરને આપવા આવ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરથી લઈને ડાંગ સુધી ઠેરઠેર સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશખલીમાં હિન્દુ મહિલાઓ પર થયેલા અત્યાચાર, દુષ્કર્મ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યાં હતાં.

સામાજિક સમરસતા મંચ - આવેદન- HDNews
સામાજિક સમરસતા મંચ – આવેદન- ફોટોઃ સામાજિક સુરક્ષા મંચ દ્વારા

સંદેશખલીમાં છેલ્લા ઘણા સમયથી સત્તાના જોરે હિંદુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. સંદેશખલીમાં પાર્ટી મીટિંગના બહાને પાર્ટીની ઑફિસમાં મોડી રાત્રે સ્થાનિક મહિલાઓને જોર જબરદસ્તીથી બોલાવવામાં આવતી હતી, જે મહિલા આવવા ના પાડે તેમના પતિને મારવાની ધમકીઓ આપવામાં આવતી હતી. મહિલાઓ પાર્ટી ઑફિસ જતી ત્યારે તેમનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું, તેમની સાથે સામુહિક દુષ્કર્મ થયા હતા. સત્તાના જોરે ગુંડાઓએ સ્થાનિક એસસી/એસટી ગરીબોનું આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું છે, સ્થાનિક ગુંડાઓએ સત્તાના દમ પર સંદેશખલીના લોકોની જમીનો પણ બળજબરીથી પચાવી પાડી હોવાનું જાણવા મળ્યું છે. વર્ષમાં બે વખત જ્યાં ડાંગરનો પાક લેવાતો હતો તે ખેતરોમાં ગુંડાઓ દરિયાનું પાણી છોડીને જમીન નકામી બનાવી દેતા અને પછી હડપ કરીને તે જમીન પર મત્સ્ય ઉછેર માટે તલાવડી બનાવી દેતા હતા. સંદેશખલીના ગરીબ, વંચિત, દલિત હિંદુઓની જમીન સત્તાના જોરે પડાવી લેવામાં આવી છે. મુખ્ય આરોપી હવે પકડાયો છે ત્યારે તેની વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવે તથા કડકમાં કડક સજા કરવામાં આવી તેવી અમે માગણી કરીએ છીએ.

સામાજિક સમરસતા મંચ - આવેદન- HDNews
સામાજિક સમરસતા મંચ – આવેદન- ફોટોઃ સામાજિક સુરક્ષા મંચ દ્વારા

ઉપરોક્ત ઘૃણાસ્પદ ઘટનાની તટસ્થ તપાસ અને ફાસ્ટ ટ્રેકમાં મુકદ્દમો ચલાવીને પીડિત હિંદુ મહિલાઓને તથા સત્તાના જોરે ગુંડાઓએ પચાવી પાડેલી ગરીબ દલિત હિંદુઓની જમીનો મોટા પ્રમાણમાં ષડયંત્રને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તે માટે સામાજીક સમરસતા મંચ, ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદના કલેક્ટરને આવેદન આપવા આવ્યું.

આ પ્રસંગે સામાજિક સમરસતાના ગુજરાત પ્રાંતના સંયોજક ડૉ. હેમાંગભાઈ પુરોહિત, મધુકાંતભાઈ પ્રજાપતિ, ડૉ. સંજયભાઈ જોશી, શ્રી રશેષભાઈ રાવલ, માતૃશક્તિ સમાન બહેનો તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ પાકિસ્તાન ‘જય ભોલેનાથ’ના નારાથી ગુંજી ઉઠ્યું, 62 ભારતીય હિન્દુઓ લાહોર પહોંચ્યા

Back to top button