કોરોના સામે લડવા માટે તંત્રની સજ્જતા, ગુજરાત સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગ્યો


વિશ્વના અનેક દેશોમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂંકી છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે કોરોનાને લઈને કેન્દ્ર સરકાર પણ સતર્ક બની છે. કોરોનાને લઈને અગમચેતીની ભાગ રૂપે આજે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં મોકડ્રિલ કરવામાં આવી હતી. અને હોસ્પિટલોમાં કોરોનાને લઈને સુવિધાઓનો તાગ મેળવવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીનગર સીવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે કોરોના સામેની લડતની તૈયારીઓની સમીક્ષા તેમજ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ત્યારે આ દરમિયાન ઋષિકેષ પટેલે કોરોનાને લઈને સરકારની તૈયારીઓ વિશે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગ્યો
આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યુ હતુ કે સરકાર કોરોનાને લઈને સંપૂર્ણ સજ્જ છે. અને ગુજરાત સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગ્યો છે. હાલ 12 લાખ જેટલા વેક્સિનના ડોઝ મંગાવી લેવાયામાં આવ્યા છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી કોવિશિલ્ડ અને કોવેક્સિન વેક્સિનનો જથ્થો મંગાવ્યો છે.અને સરકાર હવે ફરી પ્રિકોશન ડોઝની ડ્રાઈવ શરૂ કરશે.
કોરોના વેક્સિનેશન કરાવા માટે લોકોનો ઘસારો
કોરોના ફી એક વાર ઉથલો મારતા લોકો કોરોનાને લઈને સતર્ક બન્યા છે. અને પોતાની સુરક્ષા માટે વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ લેવા માટે ઘસારો કરતા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએ ફરી એક વાર વેક્સિનેશન માટે લોકો પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પર વધુમા વધુ વેક્સિનેશન થાય તેના પર ભાર મૂકી રહી છે. અને કેન્દ્ર સરકાર પાસે નવા વેક્સિનેશનના જથ્થાને માંગ કરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના કેસ બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યો મોટો ખુલાસો