ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારી પુરજોશમાં, પાંચ લાખ લાડુ તૈયાર કરાયા

Text To Speech
  • ડાકોર મંદિરે ભક્તોની સુરક્ષા માટે રેમ્પ બનાવી કાર્પેટ પથરાઈ
  • પાંચ સ્થળોએ ભગવાનના દર્શન માટે મોટા પાંચ એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા
  • મંદિર રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં પાંચ લાખ લાડુ તૈયાર કરાયા છે. ડાકોર મંદિરે ભક્તોની સુરક્ષા માટે રેમ્પ બનાવી કાર્પેટ પથરાઈ છે. તેમજ પાંચ LED સ્ક્રીન મૂકાઈ છે. તથા મંદિરના લાડુ પ્રસાદ માટે ચાર સ્થળોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના બે શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર, જાણો કયા કેટલુ તાપમાન રહ્યું 

પાંચ સ્થળોએ ભગવાનના દર્શન માટે મોટા પાંચ એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં તા. 25 માર્ચ હોળી ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાધામમાં આમલકી એકાદશી પર્વથી ફાગણી પૂર્ણિમા મેળાનો પ્રારંભ થઇ ગયો છે. મંદિરમાં દર્શનાર્થે આવતા પદયાત્રિકો, શ્રદ્ધાળુઓને કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરના પગથિયા ચઢતી વખતે ભીડને લઇને ભકતો પડી ન જાય તે માટે પગથિયાં ઉપર મજબૂત ઢાળ સાથેનો રેમ્પ બનાવીને કારપેટ પાથરવામાં આવી છે. મંદિરના લાડુ પ્રસાદ માટે ચાર સ્થળોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે પાંચ લાખ ઉપરાંત લાડુ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. તેમજ પાંચ સ્થળોએ ભગવાનના દર્શન માટે મોટા પાંચ એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા કરાઈ છે. મંદિરને લાઇટિંગ રોશનીથી ઝગમગતુ કરવામાં આવ્યું છે.

મંદિર રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે

ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજરે જણાવ્યું છે કે, મંદિરમાં ભગવાનની પ્રસાદીના લાડુ ગત વર્ષે કરતાં આ વર્ષે પ્રસાદીના લાડુ ડબલ એટલે પાંચ લાખથી વધુ બનાવવામાં આવેલ છે. લાડુ પ્રસાદી વિતરણ મંદિર બહાર, ગૌશાળા, લક્ષ્મીજી મંદિર અને ખેડાવાળવાડી ખાતે રાખવામાં આવેલ છે. મંદિર રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે.

Back to top button