ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગધર્મનેશનલ

PHOTOS: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, 4 ઈંચની જામી બરફની ચાદર

Text To Speech

કેદારનાથ, તા.9 ડિસેમ્બર, 2024: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા થઈ છે. શિમલાથી લઈ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક શહેરોમમાં સીઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે. પહાડી વિસ્તારોમાં સફેદ ચાદર છવાઈ ગઈ છે. સડકથી લઈ વૃક્ષો, ઘર-મકાન તમામ જગ્યા બરફથી ઠંકાઈ ગઈ હોવાના કારણે મનમોહક દ્રશ્ય લાગી રહ્યું છે.

કેદારનાથમાં બરફવર્ષાની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં કેદારનાથ મંદિર પૂરી રીતે બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે. પહાડ પર બરફવર્ષાની અસર આગામી દિવસોમાં મેદાની વિસ્તારમાં જોવા મળશે. ઠંડી વધવાની સાથે પારો વધુ ગગડવાની સંભાવના છે.

ચમોલી, ઔલી, જોશીમઠ, બદ્રીનાથ સહિત તમામ ઊંચાઈવાળા વિસ્તારોમાં સીઝનની પ્રથમ બરફ વર્ષા થતાં પ્રવાસીઓ ખુશ થઈ ગયા છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બે થી ચાર ઈંચ સુધી બરફવર્ષા થઈ છે.

કેદારનાથ ધામમાં ભારે બરફવર્ષા બાદ ત્યાં ચાલતા કામ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ઊંચાઈ પર બરફવર્ષાથી નીચેના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણ કડકડતી ઠંડીનો અનુભવ પણ થશે.

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં થયેલી બરફવર્ષા બાદ સડક પર બરફની ચાદર છવાઈ ગઈ છે. ગંગોત્રી ધામમાં પણ બરફના થર જામી ગયા છે.

શિમલામાં પણ સીઝનની પ્રથમ બરફવર્ષા થતાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ ‘100 કરોડ હિન્દુઓ છે અડધા પણ રસ્તા પર ઉતરે તો…’, અદ્વૈત ચૈતન્ય મહારાજનું મોટું નિવેદન

Back to top button