પેથાપુરમાં જમાઇ સહિતના લોકોએ સસરિયામાં જઈ ધિંગાણું મચાવ્યું


દાહોદઃ ઝાલોદ તાલુકાના પાવડી ગામના રસીકભાઇ મગનભાઇ ભાભોર તથા તેમના પત્ની ભાવનાબેન અને તેમના છોકરા રાજીવ અને જીગર ઘરે હતા. તે દરમિયાન તેમના જમાઇ મિતેષભાઇ સુકાભાઇ ડામોર તથા હિતેશભાઇ સુકાભાઇ ડામોર, શૈલેષભાઇ સુકાભાઇ ડામોર, સંદેશભાઇ સુકાભાઇ ડામોર, સોહિતભાઇ રામસીંગભાઇ સંગાડા તથા તેમની સાથે બીજા માણસો રસીકભાઇના ઘરે આવ્યા હતા અને જમાઇ મિતેષ તથા હિતેશ કહેવા લાગેલું કે શીતલને કેમ મોકલતા નથી બહાર કાઢો આજે તો તેને લઇને જવાની છે. જેથી રાજીવે કહેલું કે જીગરના લગ્ન પત્યા બાદ આ બાબતે ચર્ચા કરીશું તેમ છતાં અત્યારે કેમ આવ્યા છો અને માથાકુટ કરો છો તેમ કહેતા જમાઇ સહિતના લોકો ઉશ્કેરાઇ જઇ ધક્કા મુક્કી કરી રસીકભાઇ મગનભાઇ ભાભોર સાથે જમાઇ મિતેશ તથા હિતેશે ગાળા ગાળી કરી માર મારવા લાગ્યા હતા.
આ દરમિયાન રસીકભાઇનો છોકરો જીગર વચ્ચે પડતા તેને પણ માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન રસીકભાઇના પત્ની તથા છોકરો રાજીવ છોડાવવા વચ્ચે પડતાં રાજીવની બોચી પકડી માર માર્યો હતો. જ્યારે ભાવનાબેનને ધક્કો મારી નીચે પાડી લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત રાજીવ તથા ભાવનાબેનને સારવાર માટે લીમડી સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ સંદર્ભે રસીકભાઇ મગનભાઇ ભાભોરે જમાઇ મિતેશભાઇ સુકાભાઇ ડામોર સહિત છ લોકો સામે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.