ગુજરાત

પાટડી વેલનાથ પ્રગતિ મંડળના સમુહલગ્નમાં 20 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

Text To Speech

સુરેન્દ્રનગરઃ પાટડી વેલનાથ પ્રગતિ મંડળના સમુહલગ્નમાં 20 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યો સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા. આ સમુહલગ્નમાં નવદંપતિઓને પાનેતર, સોના-ચાંદીના દાગીના સહિત કરીયાવરમાં 42 વસ્તુઓ આપવામાં આવી હતી.

પાટડીના શ્રી જય વેલનાથ યુવક પ્રગતિ મંડળ દ્વારા નવમા સમુહલગ્નનું સુંદર આયોજન સુરજમલજી હાઈસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નમાં કુલ 20 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. તેમાં મુખ્ય મહેમાન તરીકે દીકરીઓને આશીર્વચન આપવા સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ અને બાળ વિકાસ અને આયુષ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપુરા, દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, છત્રસિંહ(પપ્પુભાઈ)ઠાકોર, ધીરુભાઈ હારેજા, પ્રકાશભાઈ કારડીયા, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ, પાનેતર દાતા વિષ્ણુજી ઠાકોર, અમદાવાદ એસીબીના કમલેશભાઈ, અનંતભાઈ ઠાકોર સહિત સમાજના આગેવાનો ખાસ હાજર રહ્યાં હતા.

આ સમુહલગ્નમાં નવદંપતિઓને પાનેતર, સોના-ચાંદીના દાગીના સહિત કરીયાવરમાં 42 વસ્તુઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો પણ ખાસ નવદંપતિઓને આશિર્વાદ આપવા ખાસ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે છેલ્લા ત્રણ માસથી મહેનત કરી રહેલા મંડળના પ્રમુખ ગોગીભાઈ, ઉપપ્રમુખ સૂર્યકાંતભાઈ ઠાકોર, મંત્રી સતિષભાઈ ભીમાણી, નવઘણભાઈ ઠાકોર અને બાબુભાઈ પાનવેચા, મંડળના અધ્યક્ષ ગંગારામભાઈ, ખજાનચી કાંતિભાઈ ભીમાણી અને ચેતનભાઇ ઠાકોર સહિત વેલનાથ પ્રગતિ મંડળના કારોબારી અને કમિટીના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Back to top button