ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

વાલીઓ ચેતજો ! પાટણમાં ત્રણ વર્ષની બાળકી એક ઈંચથી મોટી સાઈઝનો સ્ક્રુ ગળી ગઈ, તબીબે કર્યું સફળ ઓપરેશન, જુઓ વીડિયો

Text To Speech

જે ઘરમાં નાના બાળકો હોય તેવા વાલીઓએ બાળકો પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે બાળક અણસમજમાં તેના હાથમાં આવતી જો કોઈ જોખમરુપ વસ્તુ ગળી જાય ત્યારે ભારે મુસીબત સર્જાતી હોય છે ત્યારે પાટણમાંથી પણ આવો જ ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ વર્ષની બાળકી એક ઈંચથી મોટી સાઈઝનો સ્ક્રુ ગળી ગઈ હતી.જેને તબીબે એન્ડોસ્કોપીની મદદથી સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.

બાળકી એક ઈંચથી મોટી સાઈઝનો સ્કુ ગળી ગઈ

ઉત્તર ગુજરાતમાં તબીબી શ્રેત્રે પાટણનગરી સારી ઓળખ ધરાવે છે મૂળ ડીસાના વતની અને ડીસા APMCનાં ભૂતપૂર્વ ઈનચાર્જ સેક્રેટરી વિનોદભાઈ પંચીવાલાનાં સુપુત્ર ગેસ્ટોસર્જન ડો.હિતેશ પંચીવાલા પાટણ મુકામે સીટી હોસ્પિટલ ચલાવે છે તાજેતરમાં પાટણ મુકામે મન્નત રેસીડેન્સીમાં રહેતા જુનેદભાઈની ત્રણ વર્ષની બતુલ નામની બાળકી એક ઈંચથી મોટી સાઈઝનો સ્ક્રુ ગળી ગયેલ હોવાથી તેને પેટમાં ખૂબજ દુઃખાવો થતાં રોકકળ કરતી હોવાથી બાળકીનાં પિતા પાટણ ખાતે આવેલ સીટી હોસ્પિટલમાં બાળકીને સારવાર અર્થે લાવ્યા હતા.

 

તબીબે સફળ ઓપરેશન કરી સ્ક્રુ બહાર કાઢ્યો

સીટી હોસ્પિટલના ગેસ્ટોસર્જન ડો. હિતેશ પંચીવાલાએ એકસરે કરાવતા બાળકીનાં પેટમાં એક ઈંચથી મોટો સ્ક્રુ જણાતા ડો. હિતેશ પંચીવાલાએ કોઈપણ જાતની વાઠકાપ કર્યો વગર એન્ડોસ્કોપી ની મદદથી સફળતાપૂર્વક સ્ક્રુ બહાર કાઢી આપેલ છે જે બાબતે બાળકીનાં માતાપિતાએ ડોક્ટરનો આભાર વ્યક્ત કરેલ છે જે બાબતે ડોક્ટરે જણાવેલ કે નાના બાળકોને આવી વસ્તુ રમવા માટે આપવી નહીં તેમ છતાં શરતચૂકથી બાળક આવી કોઈ વસ્તુ ગળી જાય તો તાત્કાલિક ધોરણે તેની સારવાર કરાવવા અનુરોધ કરેલ છે.

આ પણ વાંચો : અમદાવાદના SG હાઇવે પર વધુ એક અકસ્માત: કાર પલટી મારી જતાં એકનું મોત, 4 ઇજાગ્રસ્ત

Back to top button