ટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં પહાડી વિસ્તારમાંથી જતી બસ પડી નાળામાં: 20 મુસાફરનાં મૃત્યુ

Text To Speech
  • આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા
  • ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું

2 મે 2024, પાકિસ્તાનમાં શુક્રવારે એક પેસેન્જર બસ પહાડી વિસ્તારમાંથી લપસીને કોતરમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 મુસાફરો મૃત્યુ પામ્યા છે. બસ 30 મુસાફરોને લઈને રાવલપિંડીથી ગિલગિટ જઈ રહી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતની ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં કારાકોરમ હાઇવે પર બની હતી. બસ રાવલપિંડીથી હુંઝા જઈ રહી હતી. આ દરમિયાન બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડુંગરાળ વિસ્તારમાંથી જતી આ બસ નાળામાં પડી જતાં ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ થયા છે. બસમાં કેટલા મુસાફરો હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 15 લોકોને ચિલાસની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી હાજી ગુલબર ખાને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ પણ આપ્યો છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારાકે જણાવ્યું હતું કે અકસ્માત બાદ ચિલાસ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો..200 પાકિસ્તાનીઓ પણ બોલશે જય શ્રી રામ, અયોધ્યામાં રામલલાના આજે કરશે દર્શન

Back to top button