ખેડૂતોનો અનોખો વિરોધ, યોગ્ય ભાવ ન મળતા 4 હજાર કિલો લસણ ફ્રી આપી દીધું
ગુજરાતના ખેડૂતોને લસણ પાકના બજારમાં યોગ્ય ભાવ નહીં મળતા 4 હજાર કિલો જેટલા લસણને ફ્રીમાં વહેચી દઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ ગુજરાતના ખેડૂતોને લસણ જેવા વિવિધ પાકોના યોગ્ય પોષણક્ષમ ભાવો બજારમાં મળી રહ્યા નથી. તેમજ પાકોમાં એક મણે જેટલો ઉત્પાદન ખેતી ખર્ચ થાય છે તેટલો ભાવ પણ માર્કેટમાં ન મળતા, ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતોનો અનોખો વિરોધ
ત્યારે પાકના યોગ્ય ભાવ ન મળતા પોતાના મહામુલ્યવાન લસણનાં પાકને રોડ રસ્તા તેમજ નદી નાળા માં ફેકી દેવા મજબુર થતા હોય છે. ત્યારે આ વખતે પાકનો બગાડ ના કરીને 4 હજાર કિલો જેટલા લસણના પાકને ફ્રીમાં જ વહેચી દઈને સરકારનો વિરોધ કર્યો હતો. ત્યારે ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચે અને સરકારની આંખો ખુલે તેવા હેતુંથી આજરોજ ગુજરાત કિશાન સંગઠન દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આ રીતે વહેંચણી કરી સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.
4 હજાર કિલો લસણ ફ્રીમાં વહેંચી વિરોધ કર્યો
ખેડૂતોની સ્થિતી અંગે વાત કરતા ગુજરાત કિશાન સંગઠન જગત તાત મિશન – 2022ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.કે. પટેલે જણાવવામાં આવ્યું હતું કે ગાંધીનગર ખાતે ગાંધીનગરનાં ગરીબોમાં 4000 (ચાર હજાર) કિલો લસણ મફતમાં વહેંચી વિરોધ માટે અવાર નવાર દૂધ, ફળ, શાકભાજી અને વિવિધ પાકોને રોડ રસ્તા કે નદી નાળામાં ફેંકી દેવાના બદલે જરુરિયાતમંદ લોકોને આપવાનું શરૂ કર્યું. ફેંકવાની પ્રથાના બદલે ગુજરાત કિશાન સંગઠન દ્વારા જરૂરિયાત મંદ ગરીબ લોકોને ફ્રીમાં આપી સરકાર અને તંત્ર સામે વિરોધ નોંધાવાની આ નવી પ્રથાનો આજ લાભ પાંચમના શુભ દિવસથી શુભ શરૂઆત કરી નવો લોક ઉપયોગી રીતે વિરોધ કરવાનો ચીલો ચાંતર્યો છે.
પાકની યોગ્ય ભાવે ખરીદીની કરાઈ માંગ
ત્યારે આ વિરોધના માધ્યમ થકી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને દેવામાં ડૂબતા બચાવવા માટે તાત્કાલિક ધોરણે લસણ જેવા વિવિધ પાકોની યોગ્ય ભાવે ખરીદી કરવામાં આવેની માંગણી કરી છે. તેમજ એક્ષપોર્ટ, સ્ટોક કે પ્રોસેસ વિગેરે જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવેની પણ સતત માંગણી કરવામાં આવી રહી છે. જેના થકી પાકને સ્ટોર કરી શકાય.
આ પણ વાંચો: રાજ્ય સરકારની નવી ઈલેક્ટ્રોનિક પોલિસી, હવે ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો અને ઇકો સિસ્ટમનું હબ હશે ગુજરાત