ટ્રેન્ડિંગબિઝનેસ

એક જ દી’માં વિશ્વના ટોચનાં અમીરોની કમાણીમાં અધધધ ગાબડું, માત્ર અદાણીની આવકમાં જ વધારો

Text To Speech

એલન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝૂકરબર્ગ સહિતના 14 અબજપતિઓની સંપત્તિમાં 68 અબજ ડોલરનો ઘટાડો : અદાણીની સંપત્તિમાં 1.90 અબજ ડોલરનો વધારો

અમેરિકી શેરબજારોને ફેડ દ્વારા નીતિગત વ્યાજદરોમાં વધારો થવો માફક આવ્યો નહોતો. ગુરૂવારે અમેરિકી શેરબજારનો મુખ્ય સુચકાંક ડાઉજોન્સ 3.12% મતલબ કે 1063 પોઈન્ટ તૂટી ગયો હતો. નૈસ્ડૈક પણ 4.99% ઘટી ગયો હતો અને એસએન્ડપી 153 પોઈન્ટ મતલબ કે 3.56% ઘટીને બંધ થયો હતો. આ સાથે જ અમેઝોનના શેર 7.56%, ફેસબુકના શેર 6.77% અને ટેસ્લાના શેર 8.33% તૂટીને બંધ થયા હતા.આ કડાકાની અસર દુનિયાના સૌથી મોટા અબજપતિ એલન મસ્ક ઉપર પડી હોય તેવી રીતે તેમને એક જ દિવસમાં 18.5 અબજ ડોલરનું નુકસાન થયું છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે મસ્કની સંપત્તિ ઘટીને 249 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે અમેઝોનના શેરોમાં ઘટાડાને કારણે જેફ બેઝોસની સંપત્તિમાં 9.7 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અબજપતિઓની લિસ્ટમાં 12મા ક્રમે રહેલા ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગની સંપત્તિમાં પણ 5.30 અબજ ડોલરનો એક જ દિવસમાં ઘટાડો થયો છે. હવે તેની પાસે માત્ર 76.6 અબજ ડોલરની જ કુલ નેટવર્થ છે.

જો દુનિયાના ટોચના 15 અબજપતિઓની વાત કરીએ તો તેમાં માત્ર ગૌતમ અદાણી જ એક એવા વ્યક્તિ છે જેમની સંપત્તિમાં 1.90 અબજ ડોલરનો વધારો થયો છે. તેમાંથી 14 અબજપતિઓની સંપત્તિ એક જ દિવસમાં અંદાજે 68 અબજ ડોલર ઘટી ગઈ છે. હવે આ વર્ષે અત્યાર સુધીની કમાણીમાં પહેલાં નંબરે ગૌતમ અદાણી છે. તેમની સંપત્તિ આ વર્ષે અત્યાર સુધીમાં 43.4 અબજ ડોલર વધી ગઈ છે.

Back to top button