ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતની જુની સિવિલમાં પાણી ટપકતાં પ્લાસ્ટિકની બેગો મુકી, છત બચાવવા ટેકા ગોઠવ્યા

Text To Speech

સુરત, 2 જુલાઈ 2024 હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે. આ પરિસ્થિના કારણે દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે. જ્યારે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેપ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે.બંને વોર્ડની અંદર અને બહાર પેસેજ સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે. ણી ટપકવાના લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટીકના બેગ સહિત વસ્તુઓ મુકવાની નોબત આવી છે. આવી જોખમ જેવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા આરએમઓ ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાએ લોખંડના ટેકા મૂકીને સપોર્ટ આપવામાં આવ્યો છે.

બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે
નવી સિવિલના તંત્રના જણાવ્યા પ્રમાણે, જ્યાં પાણી ટપકતુ હતું ત્યાં તાકીદે કામગીરી કરીને બંધ કરવા માટે પી.આઈ.યુ વિભાગને સૂચના આપી છે. જ્યારે હિમોફિલીયા, ગાયનેક, સર્જરી વિભાગની ઓ.પી.ડી જલ્દી જૂના ટ્રેમા સેન્ટ્રરમાં ખસેડવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસને દિવસ વધી રહી છે. જૂની બિલ્ડિંગ જર્જરિત થઇ ગઇ હોવા છતાં પણ અહી મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે. છેલ્લા 6 મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 12 માળની કિડની અને 12 માળની સ્ટેમ સેલ હોસ્પિટલ ખાલી છે છતાં દર્દીઓના જીવ જોખમમાં છે.

સ્લેબ પડવાની તેમજ તૂટવાની ઘટના સામે આવી ગઈ છે
24 ઓપરેશન થિયેટર, 16 વોર્ડ, જૂનું આઈસીયુ, ડાયાલિસિસ સેન્ટર, આઈસીયુ, એનઆઈસીયુ, બ્લડ બેંક, ઓર્થો વોર્ડ, આરએમઓ ઓફિસ, નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ સંપૂર્ણપણે જર્જરિત છે. તેમ છતાં અહીં સારવારનું કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં અનેકવાર દર્દીઓ ઉપર તેમજ સ્લેબ પડવાની તેમજ તૂટવાની ઘટના સામે આવી ગઈ છે. તેમજ થોડાક દિવસ પહેલા જ ડાયાલિસિસની સારવાર લેવા માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટીને પડવાનો બનાવ પણ સામે આવ્યો હતો. તેમ છતાં તંત્ર હાલ કામ ચલાઉ વ્યવસ્થા કરી લીધી છે. હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સ્પોર્ટ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃસુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો

Back to top button