ઉત્તર ગુજરાતગુજરાતશ્રી રામ મંદિર

ઉત્તર ગુજરાતમાં રામના આવવાનો અનેરો ઉત્સાહ, ઢોલ-નગારા સાથે શોભાયાત્રા નીકળી

Text To Speech

સુઈગામ, 22 જાન્યુઆરી: રામલલાને તેમના મંદિરમાં બિરાજમાન કરવા માટે લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવવાનો છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રામ મંદિરમાં બપોરે 12:05 થી 12:55 સુધી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પણ જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું છે. ગુજરાતના દરેક મહાનગરો, જિલ્લાઓ અને ગામોમાં બધે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તો ગામ જનો સાથે મળીને રામલલાની શોભાયાત્રાઓ નિકાળી રહ્યા છે સાથે જ અનેક ગામો આજે એક જ રસોડે જમવાના પણ છે.

ઉત્તર ગુજરાતમાં રામના આવવાનો અનેરો ઉત્સાહ

ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઠવામાં આવી રહી છે. સુઈગામ તાલુકાના રડકા ગામે રામ મંદિરમાં આજે વહેલી સવારેથી જ ગામવાસી પહોંચી ગયા છે. અને ભગવાન રામના આવવાની ખુશી મનાવી રહ્યા છે. આ સાથે જ ગામમાં અયોધ્યાથી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ નિહાળવા ગામવાસી રામમંદિરમાં એકઠા થયા છે.

ઢોલ-નગારા સાથે ભગવાન રામની શોભાાયત્રા; ગામ: રડકા

 

ગામવાસી ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા, જૂઓ વીડિયો 

 

 

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી ગામના સરપંચ રામજીભાઈ તરફથી આખું ગામ એક સાથે બેસીને જમે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગુજરાત તેમજ સમગ્ર દેશમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ram Mandir Live: PM મોદી અયોધ્યા પહોંચ્યા, થોડીવારમાં શરૂ થશે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Back to top button