નિર્દય માએ ગંદા કપડાં જોઈને દીકરાનું ગળું દબાવી જીવ લઈ લીધો
- દીકરાના કપડાં ગંદા હતા અને બે પુસ્તકો હતાં ગાયબ
હરિયાણા, 18, મે 2024, હરિયાણાના ગુરુગ્રામમાં એક નિર્દય માતાએ માનવામાં ન આવે તેવું કૃત્ય કર્યું છે. 8 વર્ષનો દીકરો સ્કૂલેથી પાછો આવ્યો ત્યારે તેના કપડાં ગંદા હતા અને બે પુસ્તકો પણ ગાયબ હતી. જેથી માતા ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ તેના 8 વર્ષના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
માતા આ દુનિયાની સૌથી નિઃસ્વાર્થ વ્યક્તિ છે. જે પોતાના બાળકોને આ દુનિયામાં આવતા પહેલા જ પ્રેમ કરતી હોય છે. પરંતુ માં ને શરમસાર કરતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજધાની દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. માતાએ તેના આઠ વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી હતી. આઠ વર્ષના બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે જ્યારે તે સ્કૂલેથી પાછો આવ્યો ત્યારે તેનો ડ્રેસ ગંદો હતો. બાળક શાળામાં કેટલાક પુસ્તકો પણ ભૂલી ગયો હતો. જેના કારણે રોષે ભરાયેલી માતાએ આઠ વર્ષના માસૂમ બાળકને બેરહેમીથી માર માર્યો હતો અને તેને કપડાં વગર ઘરની બહાર ઊભો કરી દીધો હતો. છોકરાએ દુકાને જવાની જીદ કરી તો કલયુગી માતાએ તેની ચુન્ની વડે દીકરાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. મહિલાનો પતિ સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર બેભાન હતો. તેઓ તાકીદે તેમના પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ મહિલાની કરી ધરપકડ
પિતાએ બાળકની ગરદન પર ઈજાના નિશાન જોયા અને દાવો કર્યો કે તેની હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ તેની ફરિયાદના આધારે ગુરુગ્રામ સેક્ટર 18 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસને શરૂઆતમાં શંકા હતી કે મહિલાએ આ ગુનો કર્યો છે કારણ કે તેના પુત્રને અન્ય પુરુષ સાથેના તેના કથિત ગેરકાયદેસર સંબંધો વિશે જાણ થઈ હતી.
આ પણ વાંચો..સંબંધો થયા શર્મસાર, પતિએ પથરીની સારવારના બહાને પત્નીની કિડની વેચી મારી