ધર્મનવરાત્રિ-2022

નવરાત્રિના નવમાં દિવસે માતા સિદ્ધીદાત્રીની કેમ કરાય છે પૂજા, જાણો કથા

Text To Speech

નવરાત્રિમાં નવમી તિથિ પર માતાની પૂજાનું વિશેષ મહત્વ છે. નવમી તિથિના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મા સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તને ખ્યાતિ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિદાત્રી માતા કમળ પર બિરાજમાન છે. માતાના આ સ્વરૂપની પૂજા માત્ર મનુષ્યો દ્વારા જ નહીં પરંતુ સિદ્ધો, ગંધર્વો, યક્ષો, દેવતાઓ અને અસુરો દ્વારા પણ કરવામાં આવે છે. નવરાત્રીના નવમા દિવસે વિશ્વની તમામ વસ્તુઓને સરળ અને યોગ્ય રીતે મેળવવા માટે પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે આખું બ્રહ્માંડ ચારે બાજુ અંધારું હતું અને પ્રકાશની કોઈ નિશાની ન હતી, ત્યારે તે અંધકારથી ભરેલા બ્રહ્માંડમાં ઊર્જાનું એક નાનું કિરણ દેખાયું. ધીરે ધીરે આ કિરણે મોટો આકાર લીધો. અંતે તેણે દૈવી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. દેવી ભગવતીનું નવમું સ્વરૂપ મા સિદ્ધિદાત્રીમાતાનું હતું.

માતા સિદ્ધિદાત્રી સાથે જોડાયેલ પૌરાણિક કથા

એક દંતકથા અનુસાર, ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરીને તમામ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તે જ સમયે, માતા સિદ્ધિદાત્રીની કૃપાથી, ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બની ગયું હતું આથી તેમને અર્ધનારીશ્વર કહેવામાં આવ્યાં હતાં. આ રુપમાં માતા દુર્ગાનું ખૂબ જ શક્તિશાળી સ્વરૂપ છે. શાસ્ત્રો અનુસાર, દેવી દુર્ગાનું આ સ્વરૂપ તમામ દેવી-દેવતાઓના તેજથી પ્રગટ થયું છે. એવું કહેવાય છે કે મહિષાસુર રાક્ષસના અત્યાચારથી પરેશાન થઈને બધા દેવતાઓ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યારે ત્યાં હાજર તમામ દેવતાઓમાંથી એક તેજ ઉત્પન્ન થયો. તે તેજમાંથી એક દૈવી શક્તિનું નિર્માણ થયું. જેઓ મા સિદ્ધિદાત્રી તરીકે ઓળખાય છે.

પૌરાણિક માન્યતા અનુસાર, માતા સિદ્ધિદાત્રીમાં અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વની સિદ્ધિઓ છે. માતા રાની તેના ભક્તોને તમામ આઠ સિદ્ધિઓ સાથે પૂર્ણ કરે છે. મા સિદ્ધિદાત્રીને જાંબલી રંગ ગમે છે. આવી સ્થિતિમાં, ભક્તે નવમીના દિવસે આ રંગના વસ્ત્રો પહેરીને માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતાની કૃપા હંમેશા બની રહે છે.

આ રીતે કરો માતા સિદ્ધિદાત્રીને પ્રસdfrg

માતાની ચાર ભુજાઓમાં ગદા, ચક્ર, ડમરુ અને કમળનું પુષ્પ વિરાજમાન છે. માતાને જાંબલી રંગ ખૂબ જ પસંદ છે. આ દિવસે માતાને નવ પ્રકારના ફૂલ ચઢાવવાથી અને મીઠાઈઓ અર્પણ કરવાથી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ કષ્ટોનો નાશ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મા દુર્ગા બે થી દસ વર્ષની છોકરીમાં વાસ કરે છે. આ રીતે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Back to top button