નવરાત્રીમાં ગુરૂ ચાલશે ઉલટી ચાલ, ચમકશે આ ત્રણ રાશિનું ભાગ્ય
- 9 ઓક્ટોબરે નવરાત્રી ચાલી રહી હશે. એટલે કે નવરાત્રીમાં ગુરૂ તેની ચાલ બદલશે. તેમજ તે ફેબ્રુઆરી 2025 સુધી આ રાશિમાં રહેશે
HD ન્યુઝ ડેસ્કઃ વૈદિક જ્યોતિષમાં ગુરુને તમામ ગ્રહોનો રાજા અને દેવ ગુરૂ કહેવામાં આવે છે. જ્યોતિષીઓના મતે, થોડા દિવસો પછી ગુરુ ગ્રહ ઉલટી દિશામાં એટલે કે વક્રી ચાલ ચાલશે. વૈદિક કેલેન્ડર અનુસાર, દેવ ગુરુ 9 ઓક્ટોબરે વૃષભ રાશિમાં વક્રી રહેશે. 9 ઓક્ટોબરે નવરાત્રી ચાલી રહી હશે. એટલે કે નવરાત્રીમાં ગુરૂ તેની ચાલ બદલશે. તેમજ તે ફેબ્રુઆરી 2025 સુધી આ રાશિમાં રહેશે.
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરૂને જ્ઞાન, ઐશ્વર્ય, સમૃદ્ધિ અને જ્યોતિષનો કારક ગ્રહ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરૂ ઉલટી ચાલ ચાલે છે ત્યારે કેટલીક રાશિઓ પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે. ગુરુની ચાલમાં પરિવર્તનને કારણે વ્યક્તિને નવી નોકરી, પદ અને પ્રતિષ્ઠા મળે છે. તો જાણો કે ગુરૂની ઉલટી ચાલથી કઈ રાશિઓને ફાયદો થશે.
વૃશ્ચિક રાશિ
જ્યોતિષીઓના મતે વૃશ્ચિક રાશિવાળા લોકો માટે ગુરૂની વક્રી ચાલ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે ગુરુ તમારી રાશિના સાતમા ભાવમાં હશે. આવી સ્થિતિમાં જેઓ પરિણીત છે તેઓનું લગ્નજીવન અદ્ભુત રહેશે. તમારા જીવનસાથીની પણ પ્રગતિ થઈ શકે છે. જે લોકો પ્રોપર્ટી સંબંધિત કામ કરી રહ્યા છે તેમને કોઈ ઉત્તમ પ્રોજેક્ટ મળી શકે છે. સાથે જ તમારા જીવનમાં સકારાત્મકતા આવશે. ગુરુ વૃશ્ચિક રાશિના લોકોની કુંડળીમાં ધન અને પંચમ ભાવનો સ્વામી છે. તમને ટૂંક સમયમાં બાળકો વિશે સારા સમાચાર મળી શકે છે.
ધન રાશિ
ગુરૂની વક્રી ચાલ ધન રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે ગુરૂ ધન રાશિના લોકોની કુંડળીમાં છઠ્ઠા ભાવમાં વક્રી છે. આવી સ્થિતિમાં તમને કોર્ટના કેસમાંથી જલ્દી રાહત મળી શકે છે. આનો અર્થ એ છે કે તમને કોર્ટ સંબંધિત તમામ કાર્યોમાં સફળતા મળી શકે છે. તમારી લાઈફમાં કોઈ સારા સમાચાર આવવાના છે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેઓ આ બધી સમસ્યાઓથી જલ્દી છુટકારો મેળવી શકે છે. તમને અચાનક ક્યાંકથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે ગુરૂની ચાલમાં ફેરફાર લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે ગુરૂ તમારી રાશિના લગ્ન ભાવમાં ઉલટી ચાલ ચાલશે. આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકોને નોકરી અને ધંધામાં ખૂબ વૃદ્ધિ થશે. તમને કોઈપણ કાર્યમાં તાત્કાલિક સફળતા મળશે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. નવા વ્યવસાયમાં પિતાનો સહયોગ મળશે. અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. જીવનમાં જલ્દી જ ખુશીઓ આવવાની છે.