ટ્રેન્ડિંગનેશનલ

‘મારી જગ્યાએ…’ SCના જસ્ટિસ હિમા કોહલીએ પોતાની નિવૃત્તિ પહેલા CJI ચંદ્રચુડ પાસે કરી આ માંગ

  • જસ્ટિસ હિમા કોહલી 40 વર્ષની કાનૂની સેવા બાદ 1 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે

નવી દિલ્હી, 31 ઑગસ્ટ: સુપ્રીમ કોર્ટના જજ બનનારા આઠમા મહિલા જસ્ટિસ હિમા કોહલીએ નિવૃત્તિ પહેલાં શુક્રવારે તેમના વિદાય સમારંભમાં CJI ચંદ્રચુડ પાસેથી માત્ર એક જ માંગ કરી હતી. તેમણે કહ્યું કે, “મારા ગયા પછી આ જગ્યા પર મહિલા જજની નિમણૂક કરવામાં આવે.” જસ્ટિસ હિમા કોહલી 40 વર્ષની કાનૂની સેવા બાદ 1 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા, ઔપચારિક બેંચ પર CJI ચંદ્રચુડ સાથે ડાયસ શેર કરતી વખતે તે ભાવુક થઈ ગયા હતા. આ મંચ પરથી જસ્ટિસ કોહલીએ કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે તેમના પછી એક મહિલા જજની નિમણૂક કરવામાં આવે. શુક્રવારે તેમનો છેલ્લો કામકાજનો દિવસ હતો.

 

CJI ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શું કહ્યું?

મહિલા જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, હવે તેઓ આ બ્લેક એન્ડ વ્હાઇટ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. આ અવસર પર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ ભાવનાત્મક રીતે વાત કરી અને CJIને ન્યાયતંત્રમાં મહિલાઓને યોગ્ય સ્થાન આપવા વિનંતી કરી. તેમણે CJI ચંદ્રચુડને કહ્યું કે, ગંભીર કેસ લડવા છતાં પણ મહિલાઓ કાયદાકીય સંસ્થાઓમાં સારું સ્થાન મેળવી શકતી નથી. આવી પ્રતિભાશાળી મહિલાઓને હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવી જોઈએ. જો મહિલાઓ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બની શકે છે તો તેઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ પણ બની શકે છે.

 

CJIએ પણ કપિલ સિબ્બલના નિવેદનને મૌન સ્વીકૃતિ આપી હતી. CJIએ કહ્યું કે, ન્યાયિક અધિકારીઓની નિમણૂકના મામલે મહિલાઓ પુરુષોને પાછળ છોડી રહી છે. તેમણે કહ્યું કે, વરિષ્ઠ વકીલોએ શક્ય તેટલી વધુ મહિલાઓને તાલીમ આપવી જોઈએ અને તેમને તેમની જેમ સફળ બનાવવી જોઈએ. કાયદાકીય વ્યવસાયમાં મહિલાઓ માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવવામાં આવશે તો હેમા કોહલીની જેમ જ મહિલા વકીલો પણ સફળ થશે.

જસ્ટિસ હેમા કોહલી તેમના પરિવારના પહેલા વકીલ

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ હેમા કોહલી તેમના પરિવારના પહેલા વકીલ હતા. તેમણે સુનંદા ભંડારા, વાયકે સબરવાલ અને વિજેન્દ્ર જૈન સાથે કામ કર્યું. આ ત્રણેય હાઈકોર્ટના જજ બન્યા. કોહલી પણ તેમના પગલે ચાલ્યા અને 2006માં દિલ્હી હાઈકોર્ટના જજ બન્યા. આ પછી તેઓ તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા. 31 ઓગસ્ટ, 2021ના ​​રોજ, CJI NV રમણાએ ત્રણ મહિલા ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા. જેમાં જસ્ટિસ હેમા કોહલી, બીવી નાગરત્ની અને બેલા એમ. ત્રિવેદી સામેલ હતા. અગાઉ સુપ્રીમ કોર્ટમાં માત્ર સાત મહિલા જજ હતા. જસ્ટિસ નાગરથ્ના સપ્ટેમ્બર 2027માં સુપ્રીમ કોર્ટના પ્રથમ CJI બનશે.

આ પણ જૂઓ: મહારાષ્ટ્ર : PM મોદીએ રૂ.76 હજાર કરોડના મૂલ્યના વાઢવણ બંદરનો શિલાન્યાસ કર્યો

Back to top button