વર્લ્ડ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક લાગી આગ, 145 પ્રવાસીઓનો આબાદ બચાવ

Text To Speech

એર ઈન્ડિયાની મસ્કત ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ઓમાનની રાજધાની મસ્કતમાં એર ઈન્ડિયાની એક ફ્લાઈટ મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો.

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 442 મસ્કતથી કોચિન માટે ટેકઓફ કરવાની હતી. ત્યારબાદ ફ્લાઈટમાં ધુમાડો દેખાવા લાગ્યો. આ પછી ટેક ઓફ કેન્સલ કરવામાં આવ્યું હતું.

આ સમયે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ બેઠા હતા જેઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા જેમને તમામને વિમાનમાંથી સહિસલામત બહાર કાઢી લેવાયા હતા અને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. તમામ પ્રવાસીઓ સહિ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનની ખબર નથી.

Back to top button