ગુજરાતટોપ ન્યૂઝ

મોરબીમાં માનસિક અસ્વસ્થ દીકરી સાથે સાવકા પિતા-પુત્રએ વારંવાર દુષ્કર્મ આચર્યું

Text To Speech

મોરબીઃ સિરામીક ફેક્ટરીના લેબર ક્વાટર્સમાં હળાહળ કળિયુગના દર્શન કરાવતી ધિક્કારજનક ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા બે મહિનાથી મહિલા સાથે રહેતા નરાધમ સાવકા બાપ અને દીકરાએ મહિલાની આગલા ઘરની સગીર માનસિક અસ્વસ્થ દીકરીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતા આ મામલે મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રેમી સાથે પત્ની-પુત્રી રહેતા હતા
મોરબી તાલુકા વિસ્તારમાં આવેલી સિરામિક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતી એક પુત્રીની માતા એવી મહિલાએ બે મહિના પહેલાં પોતાની સાથે જ કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી કમલેશ કરશન વાઘેલા સાથે આંખો મળી જતા પતિ-પત્નીની જેમ રહેતા હતા સાથે કમલેશનો પુત્ર સુનિલ પણ પરિવારની જેમ રહેતો હતો.

પોલીસે કાર્યવાહી શરૂ કરી
દરમિયાન સાવકા બાપ એવા કમલેશ કરશન વાઘેલા અને તેના પુત્ર સુનિલ કમલેશ વાઘેલાએ મહિલાની સગીર વયની પુત્રી ઉપર નજર બગાડી વારંવાર દુષ્કર્મ આચરતા આ બાબતની જાણ મહિલાને થતા મોરબી તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા તપાસનો દૌર સંભાળી લેવામાં આવ્યો છે. અને સગીરા માનસિક અસ્વસ્થ હોય મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Back to top button