સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઈવીએમ બગડતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ ECને કરી રજૂઆત
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઈવીએમ મશીન બગડતા લોકોને મતદાન કરવામાં તકલીફ પડી રહી છે. મળતી માહિતી મુજબ અનેક વિસ્તારોમાં મશિન બગડવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ તાત્કાલિક ધોરણે બદલવા માટે પણ કલાકનો સમય થઈ રહ્યો છે. ત્યારે આ અંગેની ઘટનાને લઈને કોંગ્રેસના આગેવાનો ચૂંટણી પંચની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા આ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા પણ ફરિયાદ કરવા ચૂંટણી કમિશનરની ઓફિસે પહોચ્યાં હતા.
આ પણ વાંચો:મતદાનના પ્રથમ ત્રણ કલાકની ચૂંટણી પંચે આપી સંપૂર્ણ માહિતી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ કરી રજૂઆત
ઈવીએમ બગડવાને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ લેખિતમાં ફરિયાદ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આલોક શર્મા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઇવીએમ મશીન બગાડવાની ફરિયાદ આવી છે અને 50 જેટલી જગ્યા ઉપર ઇવીએમ મશીન બગડ્યા છે ત્યારે મશીન બગડી ગયા બાદ તેને તાત્કાલિક ધોરણે બદલવા માટે પણ કલાકનો સમય થઈ રહ્યો છે અને લોકોને મતદાન કરવામાં તકલીફ પડી રહ્યા હોવાની ફરિયાદ લેખિતમાં કરી હતી આ ઉપરાંત અમુક મીડિયા હાઉસ ભાજપ તરફી પોલ બતાવી રહ્યા છે. આ તમામ બાબતે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવી છે.