ટ્રેન્ડિંગધર્મ

મહાશિવરાત્રીના મેળામાં જટાધારી જોગીએ લાંબી જટા માટે આપ્યો રોચક જવાબ !

Text To Speech

મહાશિવરાત્રીના મેળામાં સોરઠ સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર થાય છે. ખાસ કરીને સેવા અને સદાવ્રતનું આગવું મહત્વ રહેલું છે. અહીંના સાધુ-સંતોએ પણ દુઃખીયા-ગરીબોની સેવા-ભોજન માટે આહેલક જગાવી હતી.

Mahasivrtri mela Hum Dekhenge News01

મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં નાગા સાધુ ઉપરાંત વિવિધ પંથ-સંપ્રદાયના સાધુ ભગવાન ભોળાનાથની આરાધના કરવા પહોંચી જાય છે. ત્યારે સાધુ-સંતોના દર્શન અને તેમના સંગને ઘણાં ભાવિકો પોતાનો સૌભાગ્ય માને છે. આ સાધુઓની મસ્તફકીરી અને તેમનો મિજાજ પણ દર્શનીય હોય છે.

JATADHARI JOGI (1)

મેળામાં એક સાધુને પૂછ્યું કે, મહારાજજી આટલી લાંબી જટા કેમ વધારો છો ? ત્યારે તેમણે પોતાની મસ્તીમાં જવાબ આપ્યો કે, હમ કહા બઢા રહે હૈ, વો કુદરતી અપને આપ બઢતી હૈ. આ જવાબમાં એક માર્મિકતાની સાથે તેમની સાધુતાના રણકો હતો. આ સાધુની સાતેક ફુટ જેટલી લાંબી જટા હતી.

JATADHARI JOGI (2)

બીજા જ એક એવા જોગીને પૂછ્યું કે, કેટલા વર્ષોની આ લાંબી જટા છે ? ત્યારે તેમને કહ્યું કે, યહા કોન ગિનતી કરતા હૈ, કિતને સાલ સે બઢ રહી હૈ !

MELO TASAVIRO MA (3)

આ સાધુઓની છે મસ્તફકીરી. જે ભારતની આધ્યાત્મિક વિરાસતના વાહક છે, જેઓ દુનિયા વચ્ચે રહીને દુનિયાથી અલિપ્ત કેમ રહે છે, તેની મિશાલ છે.

MELO TASAVIRO MA (7)

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ભારતભરના સાધુ-સંતો ઉમટે છે. સાથે જ મોટી સંખ્યામાં ભાવિકો સાધુ-મહાત્માઓના દર્શન માટે ઉમટી પડે છે. આ મેળામાં લોકો ભજન-ભોજનનો આનંદ માણવાની રહેલી છે. ભાવિકો-શ્રદ્ધાળુઓને આત્માના કલ્યાણની સાથે સાથે મેળાનો આનંદ પણ લૂંટતા હોય છે.

MELO TASAVIRO MA (10)

આ પણ વાંચો : શિવરાત્રિએ પારાના શિવલિંગની પુજા કરશો તો થશે ગજબના ફાયદા

Back to top button