મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનકારીઓએ રાજ્ય પરિવહનની બસ સળગાવી દીધી
- જાલનામાં સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આગળની સૂચના સુધી બસ સેવાઓ સ્થગિત
જાલના (મહારાષ્ટ્ર), 26 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રમાં ફરી એકવાર અનામતની આગ ભભૂકી ઊઠી છે. અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે મરાઠા આંદોલનકરીઓએ રાજ્ય પરિવહનની બસને સળગાવી દીધી હતી. આ દરમિયાન, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આગળની સૂચના સુધી જાલનામાં બસ સેવાઓ સ્થગિત કરી છે.
BIG BREAKING 🚨
The Maratha community protest against Maharashtra Government on Maratha Reservation in Jalna district!pic.twitter.com/YQuULYArlj
— Ashish Singh (@AshishSinghKiJi) February 26, 2024
#WATCH | Maharashtra Assembly Budget session | Opposition leaders hold protest outside Vidhan Bhavan over Maratha Reservation issue. pic.twitter.com/MUyBSpskLV
— ANI (@ANI) February 26, 2024
આ મામલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને શું કહ્યું?
અહેવાલ અનુસાર, MSRTCએ કહ્યું છે કે, ‘મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને આગામી સૂચના સુધી જાલનામાં તેની બસો સેવાઓ રોકી દેવામાં આવી છે. મરાઠા આંદોલનકારીઓ દ્વારા કથિત રીતે એક બસ સળગાવવામાં આવ્યા બાદ MSRTCના અંબાડ ડેપો મેનેજર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મરાઠા આરક્ષણના મુદ્દે ઘણા વર્ષોથી મરાઠા સમુદાય રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે.
વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ સર્વસંમતિથી પસાર થયું હતું
મહારાષ્ટ્ર વિધાનસભા (નીચલું ગૃહ)એ ફેબ્રુઆરીમાં રજૂ થયેલું મરાઠા આરક્ષણ બિલ સર્વસંમતિથી પસાર કર્યું હતું. જેનો હેતુ મરાઠાઓને 50 ટકાની મર્યાદાથી વધુ 10 ટકા આરક્ષણ આપવાનો હતો. 20 ફેબ્રુઆરીએ વિધાનસભામાં ક્વોટા બિલ પસાર થયા બાદ પણ મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે તેમની ભૂખ હડતાળને સમાપ્ત કરવાનો ઇનકાર કરતા એવી માંગ કરી હતી કે એનડીએ સરકાર બે દિવસમાં ‘સેજ સોયરે’ વટહુકમ નોટિફિકેશન લાગુ કરે, જો આવું કરવામાં નહીં આવે તો 24મી ફેબ્રુઆરીએ રાજ્યમાં નવેસરથી આંદોલન શરૂ કરવામાં આવશે.
મરાઠા આરક્ષણની માગણી પૂરતી સંતોષવામાં આવી નથી: મનોજ જરાંગે
સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠાઓ માટે આરક્ષણની માગણીના વિરોધમાં આગળ અને કેન્દ્રમાં રહેલા મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે, “સમુદાય માટે 10 ટકા આરક્ષણની ખાતરી આપતું બિલ તેમની માગણીઓને સંતોષવામાં ઓછું સાબિત થયું છે.” દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અશોક ચવ્હાણે તેમની તમામ માંગણીઓ પૂરી થયા પછી પણ આંદોલન ચાલુ રાખવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો છે.
આ પણ જુઓ: CM એકનાથ શિંદેએ ફડણવીસની ભાષા ન બોલવી જોઈએ: મનોજ જરાંગે