મહારાષ્ટ્રમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6નાં મૃત્યુ
અહમદનગર (મહારાષ્ટ્ર), 24 જાન્યુઆરી: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થતાં 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરી રહી હતી. આ દર્દનાક અકસ્માતમાં મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. અહમદનગર-કલ્યાણ હાઈવે પર બપોરે 2.30 વાગ્યે બનેલી આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત બાદ પરિસ્થિતિને સંભાળી હતી. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા
અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો, પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને એક બાજુ ખસેડ્યા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત ખૂબ જ ગંભીર હતો, જેમાં વાહનોનું કચ્ચરઘાણ વળી ગયું હતું. બીજી તરફ અકસ્માત બાદ સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં ઘાયલોને પ્રાથમિક સારવાર માટે પારનેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.
ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જો કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. બીજી તરફ, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ પોલીસ શોધી રહી છે. મહત્ત્વનું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મિઝોરમમાં મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ, એરપોર્ટ પર લેન્ડિંગ વખતે અકસ્માત