ટ્રેન્ડિંગનેશનલ

મહાકુંભ 2025માં રૂ. 204 કરોડના રોકાણનો થયો કરારઃ જાણો દેશ-વિદેશમાં શું થઇ રહી છે તૈયારીઓ

Text To Speech

મહાકુંભ 2025 માટે ઉત્તરપ્રદેશ સરકાર એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનુ લક્ષ્ય લઇને રોકાણમાં પ્રોત્સાહન આપવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. યુપી સરકારની નવી પર્યટન નીતિ પણ તેનો સપોર્ટ લઇને રોકાણકારોને આકર્ષિત કરવાના પ્રયાસો કરી રહી છે. પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને જોતા પર્યટનમાં 204 કરોડ રૂપિયાના રોકાણના કરારથી તેની શરૂઆત થઇ છે.

મહાકુંભ 2025માં રૂ. 204 કરોડના રોકાણનો થયો કરારઃ જાણો દેશ-વિદેશમાં શું થઇ રહી છે તૈયારીઓ hum dekhenge news

40 કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં આવશે

પ્રયાગરાજમાં વર્ષ 2024માં યોજાનાર મહાકુંભને લઇને અત્યારથી રોકાણકારોમાં ઇન્ટરેસ્ટ જોવા મળ્યો છે. પ્રયાગરાજ કુંભ 2019માં યુપી સરકારે જે દિવ્ય અને ભવ્ય અંદાજમાં આયોજન કર્યુ હતુ તેનાથી ત્રિવેણી સંગમની પાવન ભુમિ પર 24 કરોડથી વધુ લોકો આવ્યા હતા. સરકારનું અનુમાન છે કે મહાકુંભ 2025માં 40 કરોડથી વધુ લોકો આવી શકે છે. શ્રદ્ધાળુઓની આ સંખ્યા પર્યટન ક્ષેત્ર માટે અપાર સંભાવનાઓ પણ લાવી રહી છે. બસ આ જ વાતને જોતા પર્યટનમાં 12 એકમોએ રોકાણ માટે 204 કરોડ રૂપિયાના રોકાણ પર સિગ્નેચર કર્યા છે.

વિદેશી પ્રવાસીઓને આકર્ષવા દેશ-વિદેશમાં રોડ શો કરાશે

મહાકુંભ 2025ના આયોજનમાં સરકાર કોઇ કસર છોડવા ઇચ્છતી નથી વિશ્વના સૌથી મોટા ધાર્મિક જનસમાગમમાં દુનિયાભરના લોકો સહભાગી થાય તે ઉદ્દેશથી પ્રચાર માટે એશિયા, યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવા 42 દેશોમાં રોડ શોનું આયોજન કરવામાં આવશે. રોડ શોની સાથે સાથે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં તે દેશમાં રહેતા સંતો પણ ભાગ લેશે. આ કાર્યક્રમોમાં મહાકુંભને લગતી નાની ફિલ્મો, ફોટોગ્રાફ્સ વગેરે પણ બતાવવામાં આવશે. કેન્દ્રીય પ્રવાસન, સંસ્કૃતિ અને વિદેશ મંત્રાલયને રોડ શોની જવાબદારી સોંપવામાં આવશે. વધુમાં વધુ NRIને આમંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ આયોજન વર્ષ 2024માં શરૂ થઇ જશે.

મહાકુંભ 2025માં રૂ. 204 કરોડના રોકાણનો થયો કરારઃ જાણો દેશ-વિદેશમાં શું થઇ રહી છે તૈયારીઓ hum dekhenge news

વિદેશી શ્રદ્ધાળુઓ માટે કરાશે ખાસ વ્યવસ્થા

મહાકુંભમાં દેશ અને દુનિયામાંથી લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવો અંદાજ છે, તે મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને NRI, શ્રદ્ધાળુઓ અને વિદેશી પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. તેમની અવરજવર માટે હવાઈ, રેલ અને માર્ગની સરળ કનેક્ટિવિટી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમના રહેવા-જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ફ્રાન્સ પાસે 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાનો મોકો, રવિવારે મહામુકાબલો

Back to top button