ટ્રેન્ડિંગનેશનલ

કુલ્લુમાં કારચાલક યુવકો થયા છાકટા, ખતરનાક સ્ટંટનો વીડિયો વાઇરલ

Text To Speech

કુલ્લુ (હિમાચલ પ્રદેશ), 25 ડિસેમ્બર: નાતાલની રજાઓના કારણે લોકો પહાડો પર વેકેશન માણવા જઈ રહ્યા છે. પ્રવાસીઓના ધસારાના લીધે મનાલીથી અટલ ટનલ તરફ જઈ રહેલા માર્ગ પર ભારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. ત્યારે એક ખતરનાક કાર સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કારના દરવાજો ખોલીને યુવકો ડર્યા વિના સ્ટંટ કરી રહ્યા છે. જો કે, આ વીડિયો વાઈરલ થતાં કુલ્લુ પોલીસે યુવકો સામે કાર્યવાહી કરી હતી. અને ટ્રાફિક એક્ટ હેઠળ 3500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.


ઇન્ટરનેટ પર વીડિયો વાઇરલ થઈ રહ્યો છે

વાઇરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે,  ટ્રાફિક જામ વચ્ચે અટલ ટનલ તરફ વાહનો જઈ રહ્યા છે. આ દરમિયાન બે યુવકો ચાલતી કારના દરવાજા ખોલી મોજથી લટકી રહ્યા છે. એ જ સમયે રોડના બંને તરફ વાહનોની અવરજવર ચાલુ છે. સદનસીબની વાત એ છે કે, કારના દરવાજા ખોલીને ઊભા રહેલા યુવકો આસપાસથી પસાર થઈ રહેલા બીજા વાહનો સાથે અથડાયા ન હતા. અને મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, રસ્તા પર આવા ખતરનાક સ્ટંટ કરવા જોખમી બની શકે છે. આજના યુવાનો આવા અખતરા કરીને પોતાના જીવને મુશ્કેલમાં મૂકી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, કારનો નંબર HR23K7764 છે. કારમાં સવાર યુવકો હરિયાણાથી મનાલી તરફ જઈ રહ્યા હતા. આ વીડિયો X પર @shubhamtorres09 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘મહેરબાની કરીને અન્ય લોકો માટે જોખમરૂપ ન બનો.’ આ સિવાય ઘણા અન્ય યુઝર્સે પણ આ અંગે કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમજ યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. હાલ પોલીસે યુવકોના સ્ટંટ બદલ દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: યુટ્યુબર કામિયા જાનીના જગન્નાથ મંદિરના વીડિયો પર હોબાળો

Back to top button