કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી કરુણાંતિકાઃ ખાનપરમાં એક સાથે છ અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યું, વૃદ્ધ પિતાએ આપી પુત્ર-પૌત્રી સહિત 4 લોકોને મુખાગ્નિ

ખાનપરઃ મોરબીમાં સર્જાયેલી કરુણાંતિકાને પગલે દેશ સહિત આખા રાજ્યમાં શોકનો માહોલ છે. ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં ખાનપરના કુલ 6 લોકોના મોત થયા હતા. તેવામાં આજે ગામમાં 6 મૃતકોની અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.

વૃૃદ્ધ પિતાએ આપી પુત્ર-પુત્રવધૂ અને બે પૌત્રીને અગ્નિદાહ
મોરબીનો ઝુલતો પુલ ધસી પડતા 130થી વધુ લોકોના જીવ ગયા હતા. આ ગમખ્વાર ઘટનામાં કોઈએ પોતાના પુત્ર -પુત્રી ગુમાવ્યા તો કોઈએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. કેટલાક પરિવાર એવા પણ સામે આવ્યા હતા જેમાં આખે આખું ઘર જ આ ગોઝારી ઘટનામાં હોમાઈ ગયું છે.

MORBI BRIDGE COLLAPSED
ખાનપરમાં રહેતા અમૃતિયા પરિવારના 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. હરેશ અમૃતિયા તેમના પત્ની ધારા અમૃતિયા અને તેમની 2 પુત્રી ભૂમિ અને જાનવીના જીવ ગયા હતા

દુર્ઘટનામાં ખાનપરમાં રહેતા અમૃતિયા પરિવારના 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. હરેશ અમૃતિયા તેમના પત્ની ધારા અમૃતિયા અને તેમની 2 પુત્રી ભૂમિ અને જાનવીના જીવ ગયા હતા. ત્યારે આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. વૃદ્ધ પિતાએ તેમના જુવાન દીકરો, પુત્રવધુ તેમજ તેની 2 પૌત્રીને અગ્નિદાહ આપતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

6 મૃતકની અંતિમ યાત્રાથી ગામ હિબકે ચઢ્યું
હજુ આ ઓછું હોય તેમ આ ગામની એકતા જીવાણી નામની 25 વર્ષની મહિલા તેમજ કુંજલ રૈયાણી નામની યુવતીના પણ મોત નિપજ્યા હતા. ત્યારે એક જ ગામમાંથી 6 મૃતકોની અર્થી નીકળતા ગામમાં ભારે ગમગીની જોવા મળી હતી. એક જ દિવસમાં 6 લોકોની અંતિમ યાત્રાથી નાના એવા ગામમાં સોપો પડી ગયો હતો.

MORBI BRIDGE COLLAPSED
ખાનપર ગામની એકતા જીવાણી નામની 25 વર્ષની મહિલા તેમજ કુંજલ રૈયાણી નામની યુવતીના પણ મોત નિપજ્યા હતા. ત્યારે એક જ ગામમાંથી 6 મૃતકોની અર્થી નીકળતા ગામમાં ભારે ગમગીની જોવા મળી હતી.

એક સાથે ગામમાંથી પતિ-પત્ની અને 2 દીકરીની અર્થી ઉઠતા ગામ જાણે હિબકે ચઢ્યું હતું. દુર્ઘટનામાં નાની દિકરીઓથી લઈ મહિલાના મૃતદેહને જોઈ ભલભલા લોકોના હૃદય પીગળી ગયા હતા અને આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં.

નહીં વિસરાય રવિવારનો એ દિવસ
મોરબીના મણિ મંદિર નજીકનો અને મચ્છુ નદી પરથી પસાર થતો 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ 30મી ઓક્ટોબરના રોજ સાંજે 6.32 વાગ્યે તૂટ્યો હતો. જેમાં માસુમ બાળકો સહિત 134 લોકોના જીવ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પુલ તૂટ્યો ત્યારે તેના પર 400થી વધારે લોકો હતા. જ્યારે કે પુલની ક્ષમતા 100 લોકોની જ હતી. આ પુલ 140 વર્ષ જૂનો હતો. જેને 6 મહિના સુધી રિનોવેશન માટે બ્રિજ બંધ કરાયો હતો અને ત્રણ દિવસ પહેલા જ ફરી શરૂ કરાયો હતો. બે કરોડના ખર્ચે તેને રિનોવેશન કરાયો હતો.

Back to top button