જૂનાગઢના માંગરોળમાં નવરાત્રિ મહોત્સવમાં સાંસદ ગરબે ઘૂમ્યા
અહેવાલ અને ફોટા :- પરેશ વાઢીયા (જૂનાગઢ)
- માંગરોળમાં સમસ્ત કોળી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન
- નવરાત્રિ મહોત્સવમાં સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત
જુનાગઢ : ઠેર-ઠેરમાં ભગવતી જગદમ્બાના નવલા નોરતા ઉજવાઇ રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં એક અનેરા પ્રકારનો ભક્તિનો માહોલ છવાયો છે. જેમાં ઠેર-ઠેર માતાજીના ગરબાઓની રમઝટ ચાલી રહી છે. ત્યારે રવિવારે જુનાગઢના માંગરોળ ખાતે સમસ્ત કોળી સમાજ માળીયા, માંગરોળ, ચોરવાડ,માધવપુર અને કેશોદ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ વાજા અને માંગરોળ ધારાસભ્ય પ્રતિનિધિ વિકાસ કરગઠિયાની ખાસી હાજરી જોવા મળી હતી. તેમના દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી તેમજ માતાજીના આ નવલા નોરતાના પ્રસંગે ધારાસભ્ય ગરબે રમતા જોવા મળ્યા હતા.
આ સાથે માંગરોળ ખાતે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં જૂનાગઢ જિલ્લા માંધાતા ગ્રૂપના પ્રમુખ રામદે ચુડાસમા તેમજ કમલેશ ઘરસેન્ડા, રાકેશ ભરડાની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. જ્યારે આ સાથે માળીયા અને માંગરોળના કોળી સમાજના આગેવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગરબામાં વિજેતા ખેલાડીઓને આગેવાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.