અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: જુહાપુરાનાં અફઝલ ટાવરમાં પતિએ “તીન તલાક” કહી પત્નીને તલાક આપ્યું; સાસુ સસરા સાથે મારામારી કરી; પોલીસને જાણ કરાઈ

Text To Speech

અમદાવાદ 13 ઓગસ્ટ 2024 : અમદાવાદ શહેરના જુહાપુરા ચાર રસ્તા પાસે આવેલા અફઝલ ટાવરમાં તબ્બસુમ નામની મહિલા પોતાના પતિ સાથે જુહાપુરામાં રહેતી નણંદના ઘરે જવા નીકળ્યા હતા. જા અચાનક પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિ દ્વારા પત્નીને માર મારવામાં આવ્યો હતો. જે બાદ જુહાપુરા વિસ્તારમાં આજે રહેતા મહિલાના પપ્પા ત્યાં પહોંચી જતા તેની સાથે પણ પતિ અને ભાણીયા દ્વારા માર મારવામાં આવ્યો. ઘટનાની જાણ વેજલપુર પોલીસને થતા પીઆઈ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે.

પતિએ પત્ની સાથે મારામારી કરી “તીન તલાક”આપ્યું

પોતાના પતિ સાથે કઠલાલમાં રહેતી તબ્બસુમ નામની મહિલાએ એચડી ન્યુ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નણંદના ઘરે જુહાપુરામાં પતિ સાથે મળવા આવી હતી. અને મહિલાનું પિયર પણ જુહાપુરામાં જ હતું ત્યાં અચાનક પતિ સાથે વાદવિવાદ વધતા પતિએ મહિલાને ઢોર માર્યો હતો. નાકમાંથી લોહી કાઢી નાખ્યું હતું જે બાદ પિતા પણ જુહાપુરામાં જ રહેતા ત્યાં પહોંચી ગયા હતા. જે બાદ મહિલાના માતાને પિતાને પણ તેના પતિએ ગાળો આપી હતી. સાથે તેના પતિનો ભાણિયો ફ્લેટ ઉપર પહોંચી જતા છરી કાઢીને છોકરીના પિતાને ધક્કો આપ્યો હતો અને મારવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ જેમતેમ પોતાની જાન બચાવી મહિલાના પિતાએ વેજલપુર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસના ત્યાં પહોંચી જતા ફરિયાદ લેવા માટે મહિલા ને પોલીસ સ્ટેશન લવાઈ હતી અને પી.આઈ ચૌહાણ દ્વારા યોગ્ય કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

“તીન તલાક” પર બેન હોવા છતાં પ્રવૃત્તિ યથાવત

મહત્વનું છે કે “તીન તલાક” ભારત સરકાર દ્વારા થોડા સમય પહેલા સમગ્ર દેશમાં મુસ્લિમ મહીલાઓ પર થતા અત્યાચારોને અટકાવવા માટે બેન લગાવવામાં આવ્યું હતું. જેને લઈને સમગ્ર દેશમાં વિવાદ ચરમસીમાં પહોંચ્યો હતો. પરંતુ ગેરકાયદેસર હોવા છતાં પણ તલાક તલાક તલાક કહીને તલાક આપવાની પદ્ધતિનાં કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આ અંગે હવે વેજલપુર પોલીસ કેવા પગલાં ભરશે તે જોવાનું રહ્યું?

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રીએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી, અમિત શાહે કહ્યું, દરેક જગ્યાએ તિરંગો હોવો જોઈએ

Back to top button