જામનગરમાં ગળાફાંસો ખાઇ આધેડે જીવન લીલા સંકેલી, પરિવારમાં શોકનું મોજું
જામનગરઃ કાલાવડ નાકા બહાર રહેતા એક આધેડે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે. કોઈ અગમ્ય કારણસર કરેલા આપઘાત અંગે સીટી એ ડીવીઝન પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરાવામાં આવી છે.
શહેરના કાલાવડ નાકા બહાર આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ કાલાવડ નાકા બહાર આવેલા બાબુ અમૃતના વાળા પાસે રહેતા અમૃતલાલ જીવાભાઇ નામના 46 વર્ષીય આધેડે ગઈકાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લઈ જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ બનાવ અંગેની જાણ થતાં તેના પરિવારજનોએ આધેડને તાત્કાલિક નીચે ઉતારી લઈ જી હોસ્પિટલ ખસેડયા હતા.
જોકે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે બ્રાસપાર્ટના કારખાનામાં નોકરી કરતા મૃતકના પુત્ર ભાવેશ ઘરે જાણ કરતા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.