કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગરની સહકારી મંડળીમાં રૂ. 1.13 કરોડનું કૌંભાડ, જાણો સમગ્ર મામલો

Text To Speech

જામનગરની સહકારી મંડળી ફરી એક વાર વિવાદમાં આવી છે. આ સહકારી મંડળીમાં પિતા અને પુત્રએ સાથે મળીને કરોડો રૂપિયાની ઉચાપત કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરની સહકારી મંડળીમાં પિતા-પુત્ર મંત્રી અને સહમંત્રીના હોદ્દા પર હતા. આ દરમિયાન કરોડો રૂપિયાનો કૌંભાડ કર્યો હોવાનું સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ ફરિયાદ-humdekhengenews

જામનગરની સહકારી મંડળીમાં કૌંભાડ

સહકારી મંડળીઓમાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પશુપાલકોના કરોડો રૂપિયા પચાવી જનાર હોદ્દેદારો વિરુદ્દ કાયેદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ પણ અનેક વખત સહકારી મંડળીઓમાં રહેલા હોદ્દેદારો દ્વારા લાખો-કરોડો રૂપિયાના કૌભાંડની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે જામનગરની સહકારી મંડળીમાં આવા કૌંભાડની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

પિતા-પુત્રએ મળી રૂ. 1.13 કરોડનું કૌભાંડ આચર્યું

જામનગરની ધુતારપુરની સહકારી મંડળીમાં આ કૌંભાડ થયું હોવાનું સામે આવ્યું છે. આ સહકારી મંડળીમાં મંત્રી અને ઉપમંત્રીના પદ પર રહીને પિતા પુત્રની જોડીએ ગત બે વર્ષના ગાળામાં રૂ. 1.13 કરોડનું કૌભાંડ કર્યું હતું.

કેવી રીતે કર્યું કૌંભાડ ?

પિતા અને પુત્રની આ જોડીએ સહકારી મંડળીની સિલકમાંથી ઉચાપત તેમજ મંડળીમાં ભાગે આવતું રાસાયણિક ખાતર વેચીને તે પૈસા મંડળીમાં જમા કરાવતા ન હતા. આમ તેઓએ છેલ્લા બે વર્ષમાં 1.13 કરોડની ઉચાપત કરી હતી.

પોલીસે આ મામલે તપાસ શરુ કરી

સહકારી મંડળીમાં છેલ્લા બે વર્ષથી પિતા-પુત્ર દ્વારા આવી રીતે ઉચાપત કરવામાં આવતી હતી. આ બાબતની જાણ મંડળીના અન્ય હોદ્દેદારોને થતા તેમણે પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જામનગર પોલીસે ફરિયાદને આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સુરતમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Back to top button