ફોટો સ્ટોરીસ્પોર્ટ્સ

IPL 2022માં આ ખેલાડીઓની પત્નીઓએ લગાવ્યો મેદાનમાં તડકો

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યું છે. દર વખતની જેમ આ વખતે પણ આ લીગમાં વિશ્વના સૌથી મોટા ખેલાડીઓ એ ભાગ લીધો હતો. સ્ટાર્સની વાત કરવામાં આવે તો ભારતીય ખેલાડીઓની પત્નીઓ આ મામલે ક્યાં પાછળ રહી જાય છે. આ આઈપીએલમાં પણ તેમની હાજરીએ મેદાનમાં ઘણું ગ્લેમર ઉમેર્યું હતું.

ફાઈલ ફોટો

દર વખતની જેમ આ વર્ષે પણ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સ્ટેડિયમ પહોંચીને કોહલીને પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી. જ્યારે પણ અનુષ્કા મેદાનમાં આવે છે ત્યારે કેમેરાની નજર તેના પર જ હોય છે. અનુષ્કાએ પણ આ સિઝનમાં પોતાની સુંદર અદાથી ઘણી ચર્ચામાં રહી છે.

ફાઈલ ફોટો

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા ખુબ સુંદર લાગે છે. IPLની આ સિઝનમાં દરેક મેચમાં હાર્દિક પંડ્યાને પ્રોત્સાહિત કરવા માટે નતાશા પહોંચી હતી. હાર્દિક પોતાની પત્નીને પોતાના માટે શુભ માને છે. બંનેની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવે છે.

ફાઈલ ફોટો

રોહિત શર્માની પત્ની રિતિકા હંમેશા મેદાન પર રોહિત શર્મા માટે પ્રાર્થના કરતી જોવા મળે હતી. ચાહકો પણ રીતિકાને રોહિતનું ગુડલક માને છે. રિતિકા જ્યારે પણ મેદાન માં હોય ત્યારે મોટાભાગની મોટી ઇનિંગ્સ રોહિતના બેટથી જ જોવા મળે છે. IPLની આ સિઝનમાં પણ રિતિકા મુંબઈની દરેક મેચમાં જોવા મળી હતી.

ફાઈલ ફોટો

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા તેની સુંદરતા ઉપરાંત તેના ડાન્સ માટે ખેલાડીઓ અને ચાહકોમાં લોકપ્રિય છે. ઘણા ખેલાડીઓ સાથેના તેના ડાન્સના વીડિયોને સોશિયલ સાઈટ પર ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સિઝનમાં ધનશ્રી વર્મા યુઝવેન્દ્ર ચહલને પ્રોત્સાહિત કરવાઆવી હતી.

ફાઈલ ફોટો

જસપ્રિત બુમરાહે ગયા વર્ષે જ ગોવામાં તેની ગર્લફ્રેન્ડ સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. 31 વર્ષની સંજના ભૂતપૂર્વ મોડલ અને સ્પોર્ટ્સ એન્કર પણ છે. સંજના ગણેશન પણ આ સિઝનમાં જસપ્રિત બુમરાહને સપોર્ટ કરતી જોવા મળી હતી.

Back to top button