ભારતમાં બેન્કોને ચૂનો લગાડનારો મોટો વર્ગ છે. સામાન્ય માણસ 5 હજારનો હપ્તો સમયસર ન ભરે તો તેને દંડ કરનારી બેન્કો ડિફોલ્ટરો સામે કશું કરી શકતી નથી. વિજય માલ્યા, નિરવ મોદી વગેરે તેના ઉદાહરણો છે. 2012માં ભારતની બેન્કોએ ડિફોલ્ટરોને કારણે 23 હજાર કરોડ જેવી રકમ જતી કરી હતી.
બેન્કોએ 2.4 લાખ કરોડ જતા કર્યા
દસ વર્ષ પછી બેન્કોએ 2.4 લાખ કરોડની રકમ જતી કરી છે. જતી કરી છે એનો અર્થ એવો થાય કે બેન્કે લોન આપી પણ રકમ પાછી મેળવી શકી નથી. આવા ડિફોલ્ટરો સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે, એ પછી દિલ્હી, એ પછી બંગાળ અને ચોથા ક્રમે ગુજરાત છે. જે લોન પરત નથી આવતી તેમાંથી 95 ટકા જેટલી રકમ જાહેર ક્ષેત્રની બેન્કોની છે.
આ પણ વાંચો: જાણી લો બ્રિટનના વિઝા માટેની આ ખાસ ટિપ્સ !
લોન પરત ન આવવાનું એક કારણ એ પણ છે કે જાહેર ક્ષેત્રની બેન્કોની જવાબદારી છેવટે સરકારની હોવાથી તેના કર્મચારીઓ લોન પરત મેળવવા પુરતો પ્રયાસ કરતા નથી. એ બધામાં મરો નાની લોન લેનારા સામાન્ય નાગરિકોનો થાય છે.