બિઝનેસ

દેશમાં જૂન મહિનામાં રૂ 1.41 લાખ કરોડની જીએસટી આવક, ગત વર્ષની સરખામણીમાં આટલા ટકાનો થયો વધારો

Text To Speech

જીએસટી લાગુ થવાના એક તરફ પાંચ વર્ષ થઈ રહ્યા છે ત્યારે દેશભરમાં આર્થિક ગતિવિધિઓ વધતા ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) પેટે સરકારની માસિક કમાણીમાં નોંધ પાત્ર વધારો થઈ રહ્યો છે. આ અંગે કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકાડ મુજબ જૂન મહિનામાં જીએસટી ક્લેક્શન રૂ. 1,44,616 લાખ કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ 56 ટકા વધારે છે, જે અત્યાર સુધીનું બીજા ક્રમનું રેકોર્ડ માસિક ક્લેક્શન છે.

જ્યારથી જીએસટી લાગુ થયો છે ત્યારથી સતત જીએસટી કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત એપ્રિલ મહિનામાં રૂ. 1.68 લાખ કરોડનું વિક્રમી બ્રેક જીએસટી ક્લેક્શન નોંધાયુ હતુ, જે જુલાઇ 2017માં નવી કરપ્રણાલી દેશભરમાં અમલમાં આવ્યા પછીની સૌથી વધુ માસિક કર વસૂલાત છે.

મે મહિનામાં પણ માસિક જીએસટી વસૂલાત રૂ. 1.41 લાખ કરોડ રહી હતી. આમ ગત માર્ચ મહિનાથી જ માસિક જીએસટી ક્લેક્શન સરેરાશ રૂ. 1.40 લાખ કરોડથી ઉપર ટકી રહ્યુ છે. જૂન મહિનામા જે કુલ રૂ. 1,44,616 લાખ કરોડનું જીએસટી ક્લેક્શન થયુ છે, જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 25,306 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 32,406 કરોડ, આઇજીએસટી રૂ. 75,887 કરોડ અને રૂ. 11,018 કરોડના જીએસટી કોમ્પન્સેશનનો સમાવેશ થાય છે.

રાજ્યવાર જોવામાં આવે તો મહારાષ્ટ્રમાં રૂ.22,341 કરોડની જીએસટી આવક થઈ છે જ્યારે ગુજરાતમાં રૂ. 9,207 કરોડની જીએસટી આવક થઈ છે જે ગત્ત વર્ષના જૂન મહિનાની સરખામણીમાં 50 ટકા જેટલો વધારે છે. તેમજ નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરેરાશ રૂ. 1.51 લાખ કરોડની જીએસટી આવક થઈ છે જે ગત વર્ષના સમયગાળા કરતાં37 ટકા જેટલી વધારે છે.

Back to top button