ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ગરીબીમાંથી મુક્તિના દરમાં પણ ભારત સૌથી આગળ

Text To Speech
  • ભારતમાં 2024માં 3 કરોડ લોકો ગરીબીમાંથી મધ્યમ વર્ગીય બનશે
  • ચીનમાં 3 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળશે
  • વર્લ્ડ ડેટા લેબ દ્વારા જાહેર કરાયો અહેવાલ
  • અગાઉ ભારતમાં 13.5 લોકો મધ્યમ વર્ગીય બન્યા

વાનકુવર/ન્યૂયોર્કઃ  2024 સુધી ભારતમાં 3.3 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી મધ્યમ વર્ગમાં જોડાશે. જ્યારે દુનિયાભરમાંથી 13 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળશે. આ આંકડો વર્લ્ડ ડેટા લેબ દ્વારા જાહેર કરાયો છે. જેમાં મોટાભાગે એશિયન દેશો સામેલ છે. પ્રથમ સ્થાને ભારત છે તો બીજા સ્થાને 3 કરોડની સંખ્યા સાથે ચીન છે. ખાસ બાબત એ છે કે, આ બંને દેશો વિશાળ વસ્તી ધરાવે છે જ્યાં આવકનું સ્તર વધતાં લોકોનું જીવનધોરણ ઊંચું બન્યું છે. ટૂંકમાં, વ્યક્તિની ખરીદશક્તિ વધે ત્યારે તે ગરીબીમાંથી બહાર નીકળે છે.

આ રિસર્ચ અનુસાર, ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશના 50 લાખ લોકો ગરીબીમાંથી બહાર આવશે. કારણ કે આ બંને દેશોમાં યુવાનોની વસ્તી વધી રહી છે, તેથી શ્રમ દળનું કદ વધ્યું છે.  તેમજ, વિયેતનામ, પાકિસ્તાન, ફિલિપીન્સ, તુર્કી અને થાઈલેન્ડ સહિત ઘણા દેશો આ યાદીમાં સામેલ છે. મહત્વનું છે કે, આમાંથી કેટલાક દેશો વિકાસશીલ દેશોમાં સામેલ છે. વર્લ્ડ ડેટા લેબના અહેવાલ મુજબ, આફ્રિકન દેશોની વાત કરીએ તો, ઇજિપ્ત અને નાઇજીરિયામાં પણ 2024માં 10 લાખ લોકો મધ્યમ વર્ગમાં જોડાશે. ગોલ્ડમેન સૅશનું એવું કહેવું છે કે 2075 સુધીમાં ઇજિપ્ત અને નાઇજીરિયા જાપાન, જર્મની અને યુકે જેવા આર્થિક દેશોને પાછળ છોડીને વિશ્વની પાંચમી અને સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

ભારતમાંથી 13 કરોડ લોકોનું જીવનધોરણ સુધર્યું

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્ર દિવસ દરમિયાન પોતાના કહ્યું હતું, 13.5 કરોડ લોકો ગરીબમાંથી નવા મધ્યમ વર્ગમાં જોડાયા છે. નેશનલ હેલ્થ ફેમિલી હેલ્થ સર્વે 2019-21ના ડેટાનો ઉપયોગ 2023 ઇન્ડેક્સમાં કરવામાં આવ્યો હતો. આમાં ચોથા સર્વેક્ષણ 2015-16 અને પાંચમા સર્વેક્ષણ 2019-21 દરમિયાન બહુ-પરિમાણીય ગરીબીમાં થયેલા ફેરફારો સામેલ હતા. NHFSના ચોથા અને પાંચમા રિપોર્ટ દરમિયાન બહુ-પરિમાણીય ગરીબોનો આંકડો 25%થી ઘટીને 15% થયો છે. આ હિસાબે 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.

આ પણ વાંચો:   ભારતમાં ગરીબી અંગે UNનો ચોંકાવનારો રિપોર્ટ, જાણીને નવાઈ લાગશે

Back to top button