વર્લ્ડ

ઇમરાન ખાને રેલીમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરનો વીડિયો પ્લે કર્યો અને કહ્યું – આ હોય છે આઝાદ દેશ

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. ખાને લાહોરમાં એક રેલી દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનો વીડિયો ચલાવ્યો હતો અને ભારતની પ્રશંસા કરી હતી. વાસ્તવમાં ઈમરાન ખાન શનિવારે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદીને કારણે યુએસના સતત દબાણ છતાં જયશંકરનું તેમના સ્ટેન્ડમાં દ્રઢતા પ્રશંસનીય છે.

રેલીમાં મોટી ભીડને વીડિયો બતાવ્યા બાદ ઈમરાન ખાને કહ્યું કે, ‘ભારતના વિદેશ મંત્રીએ શું કહ્યું તે હું કહીશ.’ તેમણે કહ્યું કે, અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ન ખરીદવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તમે સાંભળી શકો છો કે ભારતના વિદેશ મંત્રીએ અમેરિકાને કેવો જડબાતોડ જવાબ આપ્યો. વીડિયોમાં જયશંકર તેમને કહે છે કે, ‘તમે કોણ છો?’ જયશંકરે કહ્યું કે, ‘યુરોપ રશિયા પાસેથી ગેસ ખરીદી રહ્યું છે અને અમે લોકોની જરૂરિયાત મુજબ જ ખરીદીશું. આ એક આઝાદ દેશ છે.’

Back to top button