ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ચા વેચનારા PM બાદ દૂધ વેચનારા CM બન્યા, જાણો સુખવિંદર સિંહ સુખુની રાજકીય સફર

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ સુખવિંદર સિંહ સુખુને નવા સીએમ બનાવ્યા છે. આ સાથે મુકેશ અગ્નિહોત્રી ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના સીએમનો શપથ ગ્રહણ સમારોહ રિજ મેદાનમાં યોજાયો છે. તેમજ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે. કોંગ્રેસે 68માંથી 40 બેઠકો કબજે કરી છે. હિમાચલની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવાની કવાયત કરી રહ્યા હતા. જો કે, મુખ્યમંત્રી પદના અનેક દાવેદારોને કારણે દ્વિધાનો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો હતો. ત્યારે એક દૂધનાળાને મુખ્યમંત્રી બનાવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓ માટે ચૂંટણીના પરિણામ પછી સારા સમાચાર

છોટા શિમલાના બજારમાં દૂધ અને અખબાર વેચતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચા વેચીને પહેલાં મુખ્યમંત્રી અને એ પછી વડાપ્રધાન બન્યા છે. હવે એક દૂધ વેચનારો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. હિમાચલના નવા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોલેજના દિવસોમાં સવારે છોટા શિમલાના બજારમાં દૂધ અને અખબાર વેચતા હતા. એ વેચી રહ્યા બાદ તેઓ કોલેજ જતા હતા. તેમનો પરિવાર પહેલા કસુમ્પ્ટીમાં રહેતો હતો, પછીથી છોટા શિમલા રહેવા ગયો હતો.

આ પણ વાંચો: કોરોનામાંથી સાજા થયેલા દર્દીને થઇ રહી છે આ ગંભીર બીમારી

જાણો મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની રાજકીય સફર

હિમાચલના નવા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની રાજકીય સફર શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનથી શરૂ થઈ હતી. વિદ્યાર્થી રાજકારણ પછી, સુખુએ વર્ષ 1992માં શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે તેમની પ્રથમ ચૂંટણી લડી હતી. છોટા શિમલા વોર્ડમાંથી તેઓ આ પહેલી ચૂંટણી જીતી ગયા હતા, ત્યારે મહાનગરપાલિકામાં કોંગ્રેસની સરકાર બની હતી. સુખુ ગૃહમાં પણ ખૂબ જ સક્રિય હતા અને તેમના વોર્ડની સમસ્યાઓને આગવી રીતે ઉઠાવતા હતા. સાથી કાઉન્સિલરો સાથે તેમનો સારો તાલમેલ હતો. હિમાચલ પ્રદેશના 58 વર્ષીય સુખવિંદર સિંહ સુખુ કોંગ્રેસ પ્રચાર સમિતિના વડા છે અને તેઓ હિમાચલમાં રેકોર્ડ 5મી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ વખતે તેમણે બીજેપીના વિજય અગ્નિહોત્રીને 3363 વોટથી હરાવ્યા છે.

આ પણ વાંચો: ગોવાથી સીધા PM મોદી આજે ગુજરાત આવશે, મંત્રી મંડળમાં થઇ શકે છે મોટા ફેરફાર

2017 સુધી આ વોર્ડ કોંગ્રેસનો કબજો હતો

26 માર્ચ 1964ના રોજ જન્મેલા સુખવિંદર સિંહની પત્નીનું નામ કમલેશ ઠાકુર છે. તેમને બે દીકરીઓ છે. તેણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી પીજી અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. સુખુએ તેની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી જ્યારે તે શિમલાની સરકારી કોલેજ સંજૌલીમાં વિદ્યાર્થી હતા. વર્ષ 1997માં બીજી વખત છોટા શિમલા વોર્ડમાંથી કાઉન્સિલરની ચૂંટણી લડ્યા અને ફરીથી મોટા માર્જિનથી જીત્યા. આ દરમિયાન ફરી એકવાર કોંગ્રેસે મહાનગરપાલિકામાં સત્તા મેળવી છે. તત્કાલીન મેયર જૈની પ્રેમે કહ્યું કે સુખવિંદર સિંહ સુખુ ગૃહમાં ખૂબ જ સક્રિય રહેતા હતા. જનતાને લગતા કામો કરાવવામાં તેઓ હંમેશા આગળ રહેતા હતા. છોટા શિમલા વોર્ડમાં સુખુ પછી પણ કોંગ્રેસનો દબદબો રહ્યો. વર્ષ 2017 સુધી આ વોર્ડ કોંગ્રેસનો કબજો હતો.

Back to top button