ટોપ ન્યૂઝબિઝનેસ

તહેવારો સાથે મીઠાઈ અને ફરસાણનો સ્વાદ પણ ‘કડવો’ બનશે

Text To Speech

હાલના સમયમાં GST અને અન્ય વિવિધ કારણોના કારણે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રોજીંદા જીવનજરુરીયાતની ચીજવસ્તુઓ પર અત્યાર સુધી એક પણ રુપિયાનો GST વસુલ કરવામાં આવતો નહોતો. પરંતુ હવેથી 5 ટકા GST વસુલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ગુજરાતીઓના સૌથી વધુ મનપસંદ ફરસાણ અને મીઠાઇના ભાવમાં 15 થી 20 ટકા સુધીનો વધારો થઈ રહ્યો છે. જે રીતે કેન્દ્ર સરકારે લેબલવાળા પેકેટમાં વેચાતા દૂધ, દહીં, છાશ અને લોટ સહિતની ચીજવસ્તુ પર 5% જીએસટી લાગુ કર્યો છે. તે રીતે તહેવારોમાં લોકોની મજા બગાડી શેક છે.

આજથી 29 જુલાઈના શ્રાવણ માસના પ્રારંભ સાથે તહેવારોની પણ શરૂઆત થઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં સૌથી જરૂરી અને લોકોની પ્રાથમિક ખરીદીમાં આવતાં મીઠાઇ અને ફરસાણની અચુકપણે લોકો ખરીદી કરતા હોય છે. જ્યારે તહેવારોની સાથે સાથે લગ્ન સીઝન પણ દિવાળી બાદ શરુ થવાની છે. જોકે તે માટેના બુકીંગ પણ અત્યારથી જ કરવામાં આવી રહ્યા છે. જેથી કેટરીંગ સેવા પણ તેના કારણે મોંઘી બનવાની છે.

આ તમામ માટેનું કારણ કેન્દ્ર સરકારે 18 જુલાઇથી લોટ, દુધ સહિતની ચીજવસ્તુઓ પર 5 ટકા GST લાગુ કરતા ભાવ વધારાની અસર જોવા મળવાની છે. તેમાં પણ મીઠાઇના ભાવમાં પાંચ ટકા અને ફરસાણના ભાવમાં જે 15 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ ખાદ્ય તેલના ભાવમાં થતાં વધારાની પણ અસર તમામ ચીજવસ્તુઓને મોંઘી બનાવી રહી છે.

આ પણ વાંચો : વરસાદ વચ્ચે સામાન્ય જનતાને શાકભાજી પણ રડાવે છે,આ કારણોથી થઈ રહ્યો છે ભાવ વધારો

ફરસાણની શું છે સ્થિતિ ?

આ અંગે ફરસાણ વિક્રેતા જણાવે છે કે, છેલ્લા ઘણાં સમયથી ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળતો રહ્યો છે. તેમજ જે રીતે સરકાર દ્વારા ફરસાણના ભાવ પર GST લગાવ્યો છે તેના કારણે લોકોને સીધો ભારણ વધવાનું છે. તેમજ પેકેટ ફુડ પર પણ 15 ટકા GST લાગવના કારણે વધુ એક તકલીફ પડી રહી છે. જેનાથી આગામી સમયમાં તહેવારોની સિઝનમાં ભાવ વધારો મોટી મુશ્કેલી બની શકે છે.

મીઠાઈ પણ કડવી બનશે ?

બીજી તરફ દૂધ અને દૂધની બનાવટો પર તેમજ ડાયફ્રૂટ્સ પર GST લાગવના કારણે મીઠાઈઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના અંગે મીઠાઈ વિક્રેતા જણાવી રહ્યા છે કે, અગાઉ 800 રૂપિયે મળતી કાજુકતરીનો ભાવ 840 થયા તેમજ GST ના કારણે થઈ રહેલાં ભાવ વધારા સામે મીઠાઇના ભાવ પર 5% સુધીનો વધારો કરવાની ફરજ પડી છે.

Back to top button