ગુજરાત

કોરોનાના ભય વચ્ચે માસ્ક અને વિટામીનની દવાના વેચાણમાં 40 ટકા સુધીનો ઉછાળો !

Text To Speech

દુનિયામાં કોરોના સંકટ જોવા મળી રહ્યો છે, જેના સામે રાજ્ય સરકાર તો સતર્ક થઈ રહી છે ત્યારે સામાન્ય જનતા પણ એલર્ટ થઈ રહી છે. બીજી લહેરની શીખ લઈને લોકો સ્વયંભૂ જાગૃત બન્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાની વધતી ચિંતાને લઈ લોકોએ સતર્કતા દાખવી છે. મેડિકલ સ્ટોરમાં માસ્કના વેચાણમાં 40 ટકાનો વધારો થયો છે.

વિશ્વમાં ફરી કોરોના કેર મચાવી રહ્યો છે અને હાલમાં રાજ્યમાં ઠંડીની અસર પણ વધવા લાગી છે તેવી સ્થિતિમાં શરદી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા દર્દીઓની સંખ્યા પણ વધી છે. જેથી વિટામીન સી, ઝીંક અને પેરાસીટામોલ જેવી દવાના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. જેની સાથે જ માસ્કનો પણ ઉપયોગ લોકોમાં વધ્યો છે.

corona mask

આ તરફ તંત્રએ પણ લોકોને સતર્કતા જાળવવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની અપીલ કરી છે. જેને નાગરિકો પણ અમલ કરી રહ્યા છે.સગર્ભા મહિલા, વૃદ્ધો, બાળકો અને બિમારી ધરાવતા લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં ન જવા નિર્દેશ કર્યા છે. તેમજ લોકોને થોડાપણ લક્ષણો જણાય તો ટેસ્ટીંગ કરાવવા અપીલ કરી છે.

આ પણ વાંચો : રાજ્યો કોરોના સામે લડવા માટે કેટલા તૈયાર છે? 27 ડિસેમ્બરે હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે

અમદાવાદમાં સ્વામીનારાયણના પ્રમુખ સ્વામી મહોત્સવ માટે પણ ગાઈડલાઈન બનાવી છે તેમાં લોકોને માસ્ક આપવાથી લઈ રેન્ડમ ટેસ્ટિંગ અને બિમાર લોકોને દુર રાખવા માટે જણાવ્યું છે.

જ્યારે રાજકોટમાં 23 આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી છે. શહેરમાં માત્ર એક જ એક્ટિવ કેસ છે. ત્યારે શહેરમાં કોરોનાને લઈ સ્થિતિ કાબુમાં છે.

આ તરફ વડોદરા અને સુરતમાં ટેસ્ટિંગ વધારવાની સાથે વેક્સિનેશનની પણ કામગીરી તેજ બનાવવામાં આવી છે. તેમજ વિદેશથી આવતાં લોકોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ભાવનગરમાં ચીનથી આવેલા વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ સ્થાનિક તંત્રએ તમામ કોરોના પ્રોટોક્લનું પાલન કરીને લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી છે. જેનાથી લોકોને સુરક્ષિત રાખી શકાય.

રાજ્ય સરકાર પણ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. જો કોરોનાની ભયંકર પરિસ્થિતિ સર્જાય તો પણ તંત્ર સજ્જ છે, જેના માટે હોસ્પિટલમાં ઓક્સિજનના ટેન્કથી લઈ સ્થાનિક નર્સિંગ સ્ટાફની પણ નજર રાખવામાં આવી રહી છે.

Back to top button