- ટામેટાનો ભાવ રૂ.250થી ઘટીને રૂ.૩૦ થયો
- ડુંગળીનો ભાવ રૂ.8થી વધીને રૂ.૩૦ થયો
- ડુંગળીના ભાવને ટેક ઓફ કરાવવાનો ખેલ ખેલાઇ રહ્યો છે
ગુજરાતમાં ટામેટાના ભાવ તળિયે તો ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ટામેટાનો ભાવ રૂપિયા 250 થી ઘટીને રૂપિયા 30 થયો છે. તેમજ ડુંગળીનો ભાવ રૂપિયા 8 થી વધીને રૂપિયા ૩૦ થયો છે. વરસાદના બહાને શાકભાજીના ભાવમાં ઉથલ-પાથલ કરવાનો ખેલ મોટા વેપારીઓ પાડી રહ્યાં છે.
આ પણ વાંચો: AMC માં ગેરકાયદેસર બાંધકામની 3486 અરજીનો નિકાલ કર્યો
ડુંગળીના ભાવને ટેક ઓફ કરાવવાનો ખેલ ખેલાઇ રહ્યો છે
ભારે વરસાદને લીધે પાક બગડયો હોવા સહિતના અનેકવિધ કારણોની ઓથ લઇ કૃત્રિમ અછત સર્જી સ્થાપિત હિતોએ થોડા દિવસ પૂર્વે ટામેટાના ભાવ રોકેટ ગતિએ વધારી 1 કિલોના રૂપિયા 250 થી રૂપિયા 280 કર્યા હતા. પ્રવર્તમાન સંજોગોમાં ટામેટાનો 1 કિલોનો ભાવ રૂ.૩૦ સુધી ગગડયો છે. જ્યારે, બીજી બાજુ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવને ટેક ઓફ કરાવવાનો ખેલ ખેલાઇ રહ્યો છે.
ટામેટાનો 1 કિલોનો ભાવ હાલમાં રૂ.૩૦ની આજુબાજુ
રાજ્યના વિવિધ શહેરના હોલસેલ માર્કેટમાં ટામેટાનો 1 કિલોનો ભાવ હાલમાં રૂ.૩૦ની આજુબાજુ રમી રહ્યો છે. એક મહિના પૂર્વે છૂટક માર્કેટમાં ટામેટાનો 1 કિલોનો ભાવ ક્વોલિટી મુજબ રૂ.250 થી280 સુધી લેવાતો હતો. જેને પગલે હોટલ-રેસ્ટોરાં-ઢાબા-રેંકડીઓમાં સલાડ સહિત ગ્રેવીમાં ટામેટાનો ઉપયોગ મોટે ભાગે ટાળવામાં આવતો હતો. ખાસ કરીને લાખો ગૃહિણીઓએ તો ટામેટાને બદલે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ટામેટાના સોસનો ઉપયોગ કરી મોંઘવારીના માર સામે ઝીંક ઝીલી હતી.
શહેરમાં ડુંગળીની રોજની 10થી 12 ટ્રક ભરીને માલ આવે છે
શહેરના હોલસેલ માર્કેટમાં ટામેટાની રોજની 7થી9 ટ્રક માલ મહારાષ્ટ્ર, બેંગ્લુરુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિતના વિવિધ વિસ્તારોમાંથી આવે છે. તદુપરાંત છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ સહિતના લોકલ માર્કેટમાંથી પણ દેશી ટામેટા મગાવવામાં આવે છે. ટામેટાનો ભાવ સડસડાટ નીચે ઊતરવાના અંતર્ગત કારણોમાં વરસાદે વિરામ પાડવા સાથે ઉઘાડ નીકળતા આવક ખુબજ વધતા ટામેટાના ભાવ ગગડયા હોવાનું તારણ છે. જ્યારે, બીજીબાજુ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી માત્ર રૂ.8ના ભાવે 1 કિલો મળતી હતી. જેના ભાવ હવે રૂ. ૩૦ થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યો તેમજ લોકલ માર્કેટમાંથી શહેરમાં ડુંગળીની રોજની 10થી 12 ટ્રક ભરીને માલ આવે છે.