ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં હોળીની પ્રજ્વલિત ઝાળ પરથી વરસાદનો વરતારો, જાણો સરળ ભાષામાં

હોલિકા દહનમાં હોળીની પ્રજ્વલિત ઝાળ પરથી વરસાદનો વરતારો કરવાની પરંપરા અકબંધ રહી છે. જેમાં સોમવારની રજા રાખી અમુક પરિવારો ત્રણ દિવસનું મિની વેકેશન ગોઠવી પિકનિક કરવા નીકળ્યા છે. હોળી-ધૂળેટીની ઉજવણી કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઝાલાવાડમાં છેલ્લા થોડા વર્ષોથી હોળી-ધુળેટી પર્વે હરવા-ફરવાનું ચલણ વધી ગયુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવાના પ્રદૂષણનું સ્તર વધતાં માનસિક રોગના દર્દી વધ્યા, આંકડો જાણી રહેશો દંગ 

સારા ચોઘડીયામા તમામ ગામ અને વિસ્તારોમા હોલીકા દહન કરવામા આવશે

આજે હોળી છે અને સાંજે સારા ચોઘડીયામા તમામ ગામ અને વિસ્તારોમા હોલીકા દહન કરવામા આવશે. પ્રાચીન મહિમા મુજબ ઘણા વૃદ્ધ લોકો હોળીનો પવન એટલે કે હોળીની ઝાળ કઇ દિશામાથી કઇ દિશામા જાય છે તેનુ દર વર્ષે નિરીક્ષણ કરતા હોય છે. એમ કહેવાય છે કે હોળીની ઝાળ પવન પરથી આવનારુ વર્ષ કેવુ રહેશે તેનો ખ્યાલ આવી જાય છે. આપણે ત્યા પ્રાચીન એક ભડલી વાક્ય ખૂબ જ પ્રચલિત છે. હોળી દિનનો કરો વિચાર, શુભ અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ વાય એજ સમય સારો કહેવાય. ગામોગામ હુતાસણી શુભ મુહૂર્તમાં જ્યારે પ્રગટાવવામાં આવે છે, ત્યારે હોળીની ઝાળ કઈ દિશામાં જાય છે ? તેનું ખાસ અવલોકન કરવામા આવે છે. જો પશ્ચિમનો પવન ફૂંકાતો હોય અને પૂર્વ દિશામાં હોળીની ઝાળ જાય તો ચોમાસે વરસાદ સારો રહે તેવી માન્યતા છે.

આ પણ વાંચો: નવો ખુલાસો: સોનાની દાણચોરી માટે એરપોર્ટ મેનેજર માટે કોડવર્ડ ‘ડૉક્ટર’, સ્ટાફનો ‘કમ્પાઉન્ડર’

હોળીની ઝાળ પરથી વર્ષનો વરતારો

– પવનની દિશા પરથી વરસાદનું અનુમાન પણ કરવામા આવે છે.
– ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય તથા શિયાળો સારો ગણાય અને ધાન્ય ઘણુ પાકે.
– પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો બાર આની વર્ષ થાય તેવી માન્યતા છે એટલે કે વરસાદ ખૂબ સારો થાય.
– પશ્વિમ દિશાનો પવન ફૂંકાય તો વાડી ન સુકાય તેવો સારો વરસાદ થાય તેવી માન્યતા છે એટલે કે આઠ આની ચોમાસુ રહે.
– દક્ષિણ દિશાનો પવન ફૂંકાય તો દુષ્કાળનો ભય સેવાય અને ધાન્ય ની અછત સર્જાય્ત એવી પ્રાચીન માન્યતા છે.
– ઇશાન ખુણાનો પવન ફૂંકાય તો વરસ સારુ રહે, પણ ઠંડી રહે એટલે કે સોળ આની વરસ થાય તેવુ માનવામા આવે છે.
– વાયવ્ય દિશાનો પવન ફૂંકાય તો પવન સાથે વરસાદ સારો રહે.
– નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે અને રોગ જીવાત આવે તેવી માન્યતા રહેલી છે.
– હોળીમાં અગ્નિ દિશાનો પવન વાય તો દુષ્કાળની સંભાવના રહે છે
– ચારેય દિશાથી પવન જુદી-જુદી દિશામાં ફરે તો વર્ષ નબળું ગણાય છે
– હોળીમાં ઘૂમાડો સીધો ઉપર જાય તો યુદ્ધ લડાઇ જેવી શકયતાઓ રહેલી છે, તેવી માન્યતા છે.

Back to top button