ગુજરાતમાં 11 હેરિટેજ ઈમારત ઉપર 7 દિવસની રોશની રૂપિયા 34 લાખમાં પડી છે. તમામ સ્મારકોની લાઈટિંગનો ખર્ચ રાઉન્ડ ફિગરમાં જોઇએ તો લાખોનો ધુમાડો કર્યો છે. જેમાં ધોળાવીરા પ્રાચીન સ્થળે સૌથી વધુ રૂ. 5.47 લાખનો ખર્ચ કરાયો છે. તેમાં સાંસ્કૃતિક વિભાગે આંકડા બહાર પડ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિદ્યાર્થીઓનું ભાવી અદ્ધરતાલ, 1,657 સ્કૂલોમાં ફક્ત એક જ શિક્ષક
અડાલજની વાવ ખાતે રોશની પાછળ રૂ. 2,47,500 વાપરવામાં આવ્યા
ભારતે જી-20ની અધ્યક્ષતા મેળવી છે, જે આઝાદીના અમૃત મહોત્સવની સાથે નિર્ણાયક બાબત હોવાનું માનવામાં આવે છે, જી20ના લોગો સાથે ગુજરાતમાં પહેલી ડિસેમ્બરથી સાતમી ડિસેમ્બર સુધી 11 હેરિટેજ સ્મારકો રોશનીથી શણગારવામાં આવ્યા હતા, સાત દિવસની આ રોશની પાછળ રૂ. 33.64 લાખનો ખર્ચ થયો છે. સાંસ્કૃતિક વિભાગના આ સત્તાવાર આંકડા છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકનો પ્રારંભ
ત્રણ દરવાજા ખાતે જે રોશની કરાઈ હતી તેની પાછળ રૂ. 2,05,400નો ખર્ચ
ગુજરાતમાં અમદાવાદના ચાર સ્મારકોને શણગારવામાં આવ્યા હતા, જેમાં ત્રણ દરવાજા ખાતે જે રોશની કરાઈ હતી તેની પાછળ રૂ. 2,05,400નો ખર્ચ, સિદ્દી સૈયદની મસ્જિદ ખાતે 2,28,500, ભદ્ર ગેટ 2,46,700 અને શિલાલેખની સાથે અડાલજની વાવ ખાતે રોશની પાછળ રૂ. 2,47,500 વાપરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: સચિવાલયની ગલીઓમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અંદરની વાત બહાર આવી
ધ ગોલ ગુંબજ પાછળ રૂ. 23,34,857 વાપરવામાં આવ્યા
એ જ રીતે પાટણ રાણીની વાવ ખાતે 2,49,500, ચાંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ પાર્ક ખાતે 4,96,800, સંઘ પ્રદેશ દીવ ખાતે કિલ્લાની દિવાલો ખાતે 2,48,500, કચ્છ ખાતે ધોળાવીરા પ્રાચીન સ્થળ (કોટડા) ખાતે 6,47,200, પોરબંદરમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો એ ઘરની રોશની પાછળ દિવસમાં 3,81,500નો ખર્ચ. દ્વારકા રૂકમણી મંદિર ખાતે 4,13,000 વાપરવામાં આવ્યા છે. ગુજરાતમાં હેરિટેજ સ્મારકો ઉપર રોશની કરવામાં આવી છે તે તમામ સ્થળો પર જે ખર્ચ થયો છે તે તમામ રાઉન્ડ ફિગરમાં જ બતાવાયો છે, અન્ય રાજ્યોમાં આવું જોવા મળતું નથી. જેમ કે કર્ણાટકમાં વિજયપુરા ખાતે ધ ગોલ ગુંબજ પાછળ રૂ. 23,34,857 વાપરવામાં આવ્યા છે, આ રીતે જ અન્ય સ્થળોની અલગ અલગ રકમ જોવા મળે છે.