વર્ષ 2022 માં ખેડૂતોની આવક બમણી થઈ ગઈ હોવા છતાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના પ્રત્યેક ખેડૂત પરિવારને માથાદીઠ રૂપિયા 56,568નું દેવું છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર : ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખેડૂતને રડાવી રહી છે
ઉલ્લેખનીય છે કે કોરોના જેવી વૈશ્વિક મહામારી અને તે બાદ રશિયા-યુક્રેન યુદ્ધના લીધે મોંઘવારીમાં સતત વધારો થયો છે ત્યારે ખેડૂતને ખેતી કરવી પણ મોંઘી પડી છે. ખેડૂતને બિયારણથી લઈને ખાતર, દવાઓ સહિત ડિઝલનો પણ ભાવ વધારો નડ્યો છે જેથી ખેડૂત ખેતી કરીને પણ દેવાદાર થયો છે. હમણાં થોડા દિવસ અગાઉ ભાવનગરમાં પણ ખેડૂતો ડુંગળીના ભાવને લઈને લાચાર બન્યા હતા ત્યારે હવે કૃષિમંત્રાલયના આ આંકડા પણ ચોંકાવનારા છે.
આ પણ વાંચો : છેલ્લા 10 દિવસમાં 3 ખેડૂત મોતને ભેટયા, જવાબદાર કોણ ?
હમણાં જ રવિ સિઝનમાં 3 ખેડૂતો ઠંડીમાં રાત્રે ખેતી કરતાં મોતને ભેટ્યા હતા. ખેડૂત મોંઘવારીમાં અને ઠંડીમાં પણ ગમે તે કરીને પોતાનું ઘર ચલાવવા ખેતી તો કરે છે પણ પૂરતા ભાવ ન મળતા બેંકમાં લોન લેવા મજબૂર બને છે. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોએ રૂપિયા 49 હજાર કરોડની બેંક લોનો લીધી છે. આ લોનોમાં વર્ષે ટર્ન ઓવર કરવા પાછો ખેડૂત વ્યાજખોરના સહારે ટર્ન ઓવર કરાવે, એટલે મહેનત મજૂરી કરીને પણ છેલ્લે દુખી તો ખેડૂત જ થાય છે. એટલે જ ખેડૂતો જમીન વેચીને ખેતી છોડી રહ્યા છે. જેમાં મોટો ખેડૂત બિલ્ડર બન્યો અને નાનો ખેડૂત બિલ્ડરનો ભોગ બન્યો.