ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટના બદલે હવે લેપટોપ મળશે, સરકાર યોજના બનાવશે

Text To Speech
  • કેટલાકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો પણ ટેબ્લેટ પ્રાપ્ત થયાં નથી
  • રાજ્યમાં 6 વર્ષ બાદ નમો ટેબ્લેટ યોજનાને લેપટોપ યોજનામાં બદલાશે
  • ટેકનિકલ કમિટીની પણ રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું

ગુજરાત રાજ્યનાં વિદ્યાર્થીઓને ટેબ્લેટના બદલે હવે લેપટોપ આપવા સરકારની વિચારણા છે. જેમાં નમો ટેબ્લેટ યોજના 6 વર્ષ બાદ લેપટોપ યોજના બનશે. અનેક વિદ્યાર્થીઓને નિયત સમયે ટેબ્લેટ મળ્યા જ નહીં. તેમાં ટેકનિકલ કમિટીની પણ રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાંથી બિપોરજોય વાવાઝોડાને કારણે ચોમાસુ ખેંચાયુ, જાણો ક્યારથી થશે શરૂ 

ગુજરાતમાં 6 વર્ષ બાદ નમો ટેબ્લેટ યોજનાને લેપટોપ યોજનામાં

ગુજરાતમાં 6 વર્ષ બાદ નમો ટેબ્લેટ યોજનાને લેપટોપ યોજનામાં તબદિલ કરવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ટેબ્લેટ યોજનાના 6 વર્ષ બાદ રાજ્ય સરકારે ટેબ્લેટના બદલે વિદ્યાર્થીઓને લેપટોપ આપવાના આયોજન તરફ વિચારણા શરૂ કરી છે. ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં વિદ્યાર્થીઓને લેપટોપ આપવા અંગેની કોઈ યોજના છે કે કેમ તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે. તેમજ અન્ય રાજ્યોમાં કેવા પ્રકારની યોજના છે તેનો અહેવાલ મેળવ્યાં બાદ નિર્ણય કરવામાં આવી શકે છે. આ યોજનામાં ફેરફાર કરવા અંગે શિક્ષણના ઉચ્ચ અધિકારઓનું એવુ કહેવું છે કે, કોલેજના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ કરતાં લેપટોપ વધુ ઉપયોગી બનશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક ટેકનિકલ કમિટીની પણ રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કેટલાકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો પણ ટેબ્લેટ પ્રાપ્ત થયાં નથી

ઉલ્લેખનીય છે કે, નમો ટેબ્લેટ યોજના વર્ષ-2017-18ના શૈક્ષણિક વર્ષમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન વર્ષ-2016-17માં ધોરણ.12 પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને રૂ.7થી 8 હજારમાં બજારમાં મળતું ટેબ્લેટ રૂ.1 હજારમાં આપવાની જાહેરાત કરાઈ હતી. આ સિવાય ડિગ્રી-ડિપ્લોમાં અભ્યાસક્રમ સહિતના અનેક વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યાં ન હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠી છે. રાજ્યમાં એવા પણ વિદ્યાર્થીઓ છે કે, જેમનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો પણ ટેબ્લેટ પ્રાપ્ત થયાં નથી.

Back to top button