ગુજરાત

ગુજરાતમાં PM મોદી દ્વારા રેલવેના વિકાસલક્ષી પ્રોજેક્ટમાં વિક્રમી રોકાણ કર્યું, જાણો કયા બનશે ફોરલેન રેલવે ટ્રેક

  • વડાપ્રધાને કુલ 2,339 કિ.મી.ના 7 મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
  • કેન્દ્રીય કેબિનેટ દ્વારા રેલવેના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી મળી
  • આ પ્રોજેક્ટને પગલે રાજ્યના બંદરોની કનેક્ટિવિટી વધારશે

ગુજરાતમાં PM મોદી દ્વારા રેલવેના વિકાસલક્ષી પ્રોજેક્ટમાં વિક્રમી રોકાણ કર્યું છે. જેમાં રૂપિયા 1,571 કરોડના ખર્ચે સામખયાળી-ગાંધીધામ વચ્ચે ફોરલેન રેલવે ટ્રેક બનશે. તથા મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેકટમાં રાજ્યમાં પ્રથમ વાર ફોરલેન રેલવે ટ્રેક મળશે. તેમજ વડાપ્રધાને કુલ 2,339 કિ.મી.ના 7 મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો અમદાવાદમાં કેવો રહેશે મેઘ 

કેન્દ્રીય કેબિનેટ દ્વારા રેલવેના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી મળી

કેન્દ્રીય કેબિનેટ દ્વારા રેલવેના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવેના વિકાસલક્ષી પ્રોજેક્ટમાં વિક્રમી રોકાણ કર્યું છે. મંત્રીમંડળે ભારતીય રેલવેમાં કુલ  2,339 કિ.મી.ના સાત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે જેનો કુલ ખર્ચ આશરે રૂ. 32,500 કરોડ છે. સાત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટમાંથી રાજ્યમાં એક પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે. રાજ્યમાં સૌપ્રથમવાર ફોર-લેન ટ્રેક બનાવાશે. કચ્છના સામખયાળીથી ગાંધીધામ સુધી રૂ. 1,571 કરોડના ખર્ચે ફોર-લેન ટ્રેક નાખવામાં આવશે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના આ પૂર્વ મંત્રી રાજકોટની નવી AIIMSના બન્યા અધ્યક્ષ

આ પ્રોજેક્ટને પગલે રાજ્યના બંદરોની કનેક્ટિવિટી વધારશે

આ પ્રોજેક્ટને પગલે રાજ્યના બંદરોની કનેક્ટિવિટી વધારશે. આ સાથે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટને મદદરૂપ થશે અને રાજ્યના બંદરોનો સર્વાંગી વિકાસ થશે અને ઝડપથી માલસામાન અને પેસેન્જરની સુવિધામાં વધારો થશે. અમદાવાદ મંડળના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય કેબિનેટ દ્વારા રેલવેના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ મંડળમાં સામખયાળી-ગાંધીધામ રેલવે ટ્રેક હવે ફોર-લેન ટ્રેક બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નેફ્રોલોજિસ્ટની હડતાલથી અસરગ્રસ્ત ડાયાલિસીસના દર્દીઓનો આંકડો જાણી રહેશો દંગ 

રૂ. 1,571 કરોડના ખર્ચે ફોર-લેન ટ્રેક બનશે. સામખયાળી સુધી બે લાઈન આવે છે. જેમાં એક લાઈન અમદાવાદથી વિરમગામ થઈ અને કચ્છ તરફ્ અને બીજી લાઈન પાલનપુર તરફ્થી સામખયાળી સુધી આવે છે. જોકે સામખયાળીથી ભુજ-ગાંધીધામ તરફ્ હાલમાં ડબલ ટ્રેક છે. સામખયાળી સેકશનમાં 53 કિ.મી.ના 112 કિ.મી. ટ્રેક વિસ્તારને હવે ફેર ટ્રેક બનાવવામાં આવનાર છે. જેમાં ગુજરાતના ચાર જેટલા બંદરો કંડલા, મુન્દ્રા, જખૌ અને ટુના બંદરોની કનેક્ટિવિટી વધતાં એક્સપોર્ટ અને ઈમ્પોર્ટને પણ મદદરૂપ થશે. આ સાથે કચ્છના લોકોને પણ ફાયદો થશે.

Back to top button