ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં અતુલ કુમાર બંસલ સહિત પાંચ IPSનું પ્રમોશન

Text To Speech

રાજ્યના ગૃહ વિભાગે પાંચ IPS અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. જેમાં અતુલ કુમાર બંસલને આસિસ્ટન્ટ કમિશ્નર, આલોક કુમારને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ, શિવમ વર્માને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ, જગદીશ બંગારવા તેમજ અભિષેક ગુપ્તાને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

Gujarat Government

અમદાવાદ પોલીસ કમિશનરનું નામ થઈ શકે છે જાહેર

પાંચ IPSના પ્રોમોશનની સાથે સાથે આગામી ટૂંક સમયમાં રાજ્યનાં કેટલાક IPS અધિકારીઓની બદલીનો તખ્તો પણ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદનાં પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તને નિવૃત થયાને બે મહિના જેટલો લાંબો સમય વીતવા છતાં હજુ પણ અમદાવાદ પોલીસ કમિશનરની નિમણૂંક કરવામાં આવી નથી. ત્યારે હવે આગામી સમયમાં IPS અધિકારીઓની બદલીની જાહેરાત થયા બાદ અમદાવાદ પોલીસ કમિશનરની ગૃહ વિભાગ દ્વારા નિમણૂંક કરવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Back to top button