ગાંધીનગર, 25 જૂન 2024, આગામી ૨૬થી ૨૮ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૧મો શાળા પ્રવેશોત્સવ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે રાજ્યના ૩૩ જિલ્લાઓના ૨૫૪ બ્લોક્સ ૩૨૪૭ ક્લસ્ટર્સ અને ૫૪૦૦૦ શાળાઓમાં યોજાશે.શાળા પ્રવેશોત્સવ શરૂ થયો તે પહેલા વર્ષ ૨૦૦૨-૦૩માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ -૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૭૫.૦૫ ટકા હતો. ૨૦૦૪-૦૫માં નામાંકન દર વધીને ૯૫.૬૪ ટકા થયો. ત્યારબાદ વર્ષ ૨૦૧૨-૧૩માં આ નામાંકન દર ૯૯.૨૫ ટકા સુધી પહોંચ્યો અને ત્યારથી અત્યારસુધી ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૧૦૦ ટકાની નજીક જ રહ્યો છે.
૨૦૨૨થી જી -શાળા એપ્લીકેશનના ૩૧ લાખથી વધુ યુઝર્સ છે
સત્રાંત કસોટીમાં એક સમાન પ્રશ્નપત્ર, એક સમાન સમય બાળકોને આપવામાં આવે છે અને આ પ્રશ્નપત્રો અન્ય શાળાના શિક્ષકો દ્વારા ચકાસણી કરી ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં છે. ત્યારબાદ બાળકોને લર્નિગ આઉટકમ આધારિત રિપોર્ટ કાર્ડ આપવામાં છે. વર્ષ ૨૦૦૮ થી BISAG દ્વારા વંદે ગુજરાત પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થાય છે. ૨૦૨૦થી તમામ પાઠ્યપુસ્તકોને QR કોર્ડ આપી DIKSHA પોર્ટલ પર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ગુજરાતે સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અપનાવી છે સ્વીફ્ટ ચેટ નામના લર્નિંગ સોફ્ટવેરનો ૧.૫ કરોડ લોકોએ સીધો લાભ લીધો છે. રાજ્ય સરકારની માલિકીની ગુજરાત એજ્યુકેશન ટેક્નોલોજી કંપની ૨૦૨૨થી જી -શાળા એપ્લીકેશનના ૩૧ લાખથી વધુ યુઝર્સ છે.
રાજ્ય સરકાર દ્વારા ૫૦,૦૦૦ નવા વર્ગ ખંડ તૈયાર થઈ રહ્યાં છે
વર્ષ ૨૦૦૧માં વિધાર્થીઓ સામે શિક્ષકોની સંખ્યા ઓછી હતી. બાળકો જોડે સ્માર્ટ ક્લાસ ન હતા કોમ્પ્યુટર લેબ ન હતી. રાજ્ય સરકાર દ્વારા ૫૦,૦૦૦ નવા વર્ગ ખંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ૬૭૦૦ નવા વર્ગખંડનું કામ પૂર્ણ ૨૫,૬૭૫ નું કાર્ય પ્રગતિ હેઠળ છે. બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ માટે 3 લાખ કોમ્પ્યુટર સાથે ૨૧,૦૦૦ નવી કોમ્પ્યુટર લેબ્સ શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવશે.૧૩,૪૭૫ કોમ્પ્યુટર લેબ્સનું કાર્ય પૂર્ણ થયુ છે. જયારે ૭,૫૨૫ કોમ્પ્યુટર લેબ્સનું કાર્ય પ્રગતિ હેઠળ છે.વર્ષ ૨૦૨૩-૨૪માં ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ૨૬,૫૦૦ સ્માર્ટ ક્લાસરૂમ અને ૬૩,૦૦૦ કોમ્પ્યુટર સાથેની ૪૨૦૦ કોમ્પ્યુટર લેબ આપવામાં આવેલ છે.તથા આ લેબ કાર્યરત કરવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે દરેક શાળાને ગ્રાન્ટ આપવામાં આવેલ છે.
પાંચ હજાર નવા સ્માર્ટ ક્લાસ રૂમ્સ બનાવવામાં આવશે
બાળકોને ભણવા એક લાખ પાંચ હજાર નવા સ્માર્ટ ક્લાસ રૂમ્સ બનાવવામાં આવશે. જેમાં ૯૦,૦૦૦ સ્માર્ટ કલાસનું કામ પૂર્ણ અને ૧૫,૦૦૦ સ્માર્ટ ક્લાસનું કામ પ્રગતિ હેઠળ છે. સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે બાળકો આગળ વધે તે હેતુ થી રાજ્ય સરકાર દ્વારા ૫,૦૦૦ નવી સ્ટીમ લેબ્સ બનાવવામાં આવશે, જેમાં 3000 લેબ્સનું કામ પૂર્ણ થઇ ગયું છે અને ૨૦૦૦ લેબ્સનું કામ પ્રગતિ હેઠળ છે.ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. વર્ષ ૨૦૨૧માં થયેલા નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતનો સમાવેશ દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં થયો હતો.
આ પણ વાંચોઃગુજરાતમાં 26થી 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવઃ ધો.11 સુધી 32.33 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે