ગુજરાતટોપ ન્યૂઝ

આ તારીખે અમદાવાદ-ગાંધીનગરની હોટલમાં રૂમ મળવો મુશ્કેલ બનશે, જાણો શું છે કારણ

Text To Speech

ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022નું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં 18થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાશે. તેમાં ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક ગૃહભૂમિ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્ર સ્થાને રાખીને આ મેગા સંરક્ષણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવશે. ડિફેન્સ એક્સપોની થીમ ‘ભારત ઉભરતું સંરક્ષણ વિનિર્માણ હબ’ રાખવામાં આવી છે. આ પ્રદર્શનમાં 70 કરતાં વધારે દેશો સહભાગી બનશે.

18 ઓકટોબર 2022ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમ

ડિફેન્સ એક્સપોને લઈ એરપોર્ટથી લઈ અમદાવાદ અને ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પણ સાંજે બે કલાક બંધ કરવામાં આવ્યો છે. સાથે સુરક્ષાને લઈ પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 18 ઓકટોબર 2022ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન થશે. લાઈવ શો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે.જો કે અત્યારે ગાંધીનગર અને અમદાવાદના રીવરફ્રન્ટ પર તૈયારીઓ ચાલી રહી છે. એર લાઈવ શો જોવા માટે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, રાત્રે 8થી10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

6000થી વધુ મોંઘી કાર બૂક કરવામાં આવી

ડિફેન્સ એક્સપોમાં દેશ વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે. મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 6000થી વધુ મોંઘી કાર બૂક કરવામાં આવી છે. જેમાં ઓડી, મરસીડીઝ, BMW કારનું એડવાન્સ બૂક કરવામાં આવ્યું છે. વીઆઇપી મહેમાનો માટે અમદાવાદ અને ગાંધીનગર 200થી વધારે હોટલનું બૂકીંગ કરવામાં આવ્યું છે. જેમાં 3 સ્ટાર હોટલથી લઈ 5 સ્ટાર સહિતની હોટલ બૂક કરવામાં આવી છે. જોકે 18થી 22 ઓક્ટોબરના બહારથી કોઈ અમદાવાદ કે ગાંધીનગર બિઝનેસ મિટિંગો માટે આવતા હશે તો તેને હોટલમાં રૂમ મળવો મુશ્કેલ બની રહેશે.

Back to top button