ગુજરાતમાં ઉમેદવારોએ મતદારોને રીઝવવા “દલાલો”ને કામ આપ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પ્રસાર થઇ રહ્યાં છે. જેમાં દરેક પક્ષના દિગ્ગજ નેતાઓ રેલીઓ અને સભાઓ યોજી રહ્યાં છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. જેમાં આ વખતની ચૂંટણી થોડી અલગ છે. તેમાં અનિશ્ચિત વાતાવારણમાં કોઈ પક્ષ જોખમ ખેડવા માંગતું નથી. તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આ પણ વાંચો: કુતુબુદ્દીન-અશોક પરમાર: જાણો રમખાણોના ‘પોસ્ટર બોય’ ગુજરાત મોડલ વિશે શું માને છે
મતદારોને રીઝવવા સમાજ અને જ્ઞાતિના આગેવાનોની ઝોલી ભરાઇ
વડાપ્રધાન જાતે રેલી અને સભા સંબોધવા ગુજરાતમાં અવારનવાર આવી રહ્યાં છે. તેમજ અમિત શાહ દિવસની 5 સભાઓ કરી રહ્યાં છે. પાલિકાની ચૂંટણીના પરિણામો પછી તો ઉમેદવારોમાં ગભરાટ છે ત્યારે મતદારોને રીઝવવા સમાજ અને જ્ઞાતિના આગેવાનો ઉપરાંત મોટી સોસાયટીઓના પ્રમુખોને પણ રાજી કરવાવા રાજકીય પક્ષોએ ખિસ્સા ખોલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એજન્ટ પાસેથી પૈસા લઈ રહ્યા હોવાનો ટ્રેન્ડ સામે આવ્યો
ઉલ્લેખનીય છે કે ગિફ્ટથી લઈને રોકડ સુધીના વ્યવહારો થઈ રહ્યા છે. આ સાથે પોતાની પાસેની મતદારોની સંખ્યાના આધારે કેટલાક લોકોએ રીતસર દલાલી જેવો ધંધો માંડ્યો હોવાની પણ રસપ્રદ વિગતો સાંપડી રહી છે. એ લોકો પોતાની પાસેના સંખ્યાબળના આધારે ઉમેદવારોના એજન્ટ પાસેથી પૈસા લઈ રહ્યા હોવાનો ટ્રેન્ડ સામે આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી, BJPના મંત્રીએ કહ્યું- ગુજરાતમાં હારી ગયા તો…
ગ્રુપ મીટીંગ અને ખાનગી બેઠકોનું પ્રમાણ આ ચૂંટણીમાં વધ્યું
કતારગામના એક રાજકીય કાર્યકરે આ સમગ્ર રાજકીય રિવાજ અંગે વધુ ફોડ પાડતાં જણાવ્યું હતું કે, મતદારો પર પ્રભુત્વ ધરાવતા કેટલાક સમાજના આગેવાનોનો ઉમેદવાર અથવા તો પક્ષના ગણમાન્ય નેતાઓ સંપર્ક કરી રહ્યા છે. ગ્રુપ મીટીંગ અને ખાનગી બેઠકોનું પ્રમાણ આ ચૂંટણીમાં વધી ગયું છે. આ બેઠકોમાં જ કેટલીક ગણતરીઓ માંડવામાં આવે છે જેના આધારે નકક્કી કરી મતદારોને રાજી કરવા આગેવાનો મારફત લાલચની લહાણી થતી હોય છે. ચૂંટણીના આડે હવે વધુ સમય બાકી રહ્યો નથી ત્યારે નાના-મોટા સમાજના આગેવાનોને હાથ પર કરવાની હોડ લાગી છે. રાતે નાસ્તા પાણીના સાથે બીજા વ્યહવારો પણ થાય છે. જાણો મધ્યસ્થ કાર્યાલય તેના જ માટે બનાવવામાં આવ્યું હોય તેમ.